ગૃહિણીઓની દિવાળી સુધરી…છેલ્લા બે દિવસમાં સિંગતેલના ભાવમાં રૂ.૩૦નો ઘટાડો

0
21

રાજકોટ,તા.૪
રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડોમાં નવી મગફળીની આવકો થવાના પગલે સીંગતેલમાં ઘટવા તરફ દોર ચાલુ થયો છે. જો સતત વરાપ રહેશે તો આગામી દસ બાર દિવસમાં યાર્ડોમાં મગફળીની આવકનું પ્રમાણ ખુબજ વધી જશે. છેલ્લા બે દિવસમાં સીંગતેલ ડબામાં રૂપિયા ૩૦નો ઘટાડો થયો છે. અને નવા ડબાના ભાવ રૂપિયા ૧૮૨૦-૧૮૩૦ થયા છે.
બુધવારે સીંગતેલના ભાવમાં રૂ. ૨૦નો ઘટાડો થયો હતો. જયારે ગુરૂવારે ફરી દસ રૂપિયાનો ઘટાડો થયો હતો જેથી ભાવમાં બે દિવસ દરમિયાન રૂપિયા ૩૦નો ઘટાડો નોંધાયો છે. આ સાલ ૩૦ લાખ ટન મગફળીનું ઉત્પાદન થવાની ધારણા છે. અને બધે પાક બમ્પર આવવાની શકયતા છે.
આ ચિત્ર દેખાવા લાગતા હવે ભાવ ઘટવા લાગ્યા છે. સિંગતેલ લૂઝના ભાવમાં પણ ક્રમશ ૫૦ રૂપિયાનો ઘટાડો થયો છે. જયારે કપાસિયા વોશમાં પણ દસ રૂપિયા ઘટયા છે. અગાઉ લૂઝ સીંગતેલનો ભાવ ૧૦૫૦ બોલાતો હતો જે હવે રૂપિયા ૧૦૦૦ થઈ ગયો છે. દીવેલના ભાવમાં પણ ડબે રૂપિયા ૨૦૦ ઘટીને રૂપિયા ૧૭૦૦ થઈ ગયા છે.
રાજકોટ સહીત યાર્ડોમાં મગફળીની આવક વધવા લાગી છે. હાલ સૌરાષ્ટ્રમાં નવી મગફળી દસ થી પંદર હજાર ગુણી આવે છે. જો કે આ મગફળીમાં ભેજનું પ્રમાણ ખુબજ હોય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY