વિરામ બાદ સૌરાષ્ટ્રમાં સાતમા નોરતે ધોધમાર વરસાદ, ગોંડલમાં ૧ ઈંચ

0
21

મગફળી અને કપાસના પાકને નુકસાન, ખેડૂતો ચિંતામાં
રાજકોટ,તા.૫
૪થી ૫ દિવસનાં વિરામ બાદ ફરી સાતમા નોરતે રાજકોટમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેને લઈને ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી રહી છે. બીજી તરફ ગોંડલ તાલુકાના ખાંડાઘાર ગામે ઘોઘમાર ૧ ઈચ વરસાદ ખાબક્યો છે. મહત્વનું છે કે નવરાત્રિ પૂર્ણ થવામાં હવે ત્રણ દિવસ જ બાકી છે. ત્યારે ફરીથી વરસાદ શરૂ થતાં ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. શહેરમાં વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે કેવડાવાળી મેઈન રોડ પર ડામરનું કામ શરૂ કરવામાં આવ્યું છે તો બીજી તરફ ગીર ગઢડાના એભળવડ, વેલાકોટ, હરમડિયા અને પીંછવા સહિતના ગામોમાં વરસાદ પડયો હતો.
ગોંડલથી ૬ કિલોમીટર દૂર વોરકોટડા ગામ વચ્ચેથી વિશાળ ગોંડલી નદી પસાર થાય છે. ચોમાસા દરમ્યાન અવારનવાર વોરકોટડા ગામ વિખૂટું પડી જતું હોય અને અનેક પ્રશ્નો સર્જાતા હોય છે. જેથી લોકોની રજુઆતને ધ્યાને લઇ જીલ્લા વિકાસ અધિકારી દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી હતી અને લોકોની કપરી પરિસ્થિતિનો ચિતાર મેળવ્યો હતો.
ગોંડલમાં પણ ભારે વરસાદ પડતાં તારાજી સર્જાઈ છે. ગોંડલના તાલુકાના દેવચડી, શિવરાજગઢ, માંડણ અને કુંડલા સહિતના ગામોના ખેડૂતોનો મગફળીનો પાક નિષ્ફળ જતાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. ગતરાત્રે પડેલાં અતી વરસાદનાં પગલે દેવચડી શિવરાજગઢ, મોવિયા સહિતનાં ગામોમાં ૫ થી ૬ ઈંચ વરસાદ પડતા ખેડુતોની મગફળી પાણીનાં પ્રવાહ સાથે તણાઈ ગઈ હતી. ખેડુતોનાં મોંઘા બીયારણ, તેમજ દવાઓનાં ખર્ચથી ખેડુતો પાયમાલ થઈ ગયા છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે વળતરની આશા રાખી રહ્યાં છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY