હું સ્ટારપદની કે બોક્સ આૅફિસની બહુ પરવા કરતો નથી : રાજકુમાર

0
9

મુંબઈ,તા.૨૦
પ્રથમ પંક્તિના અભિનેતા રાજકુમાર રાવે કહ્યુ હતું કે હું સ્ટારપદની કે બોક્સ આૅફિસની ચિંતા કરવામાં માનતો નથી. ઓડિયન્સને ફિલ્મ ગમે એટલે બસ.
તાજેતરમાં રજૂ થયેલી અને બોક્સ આૅફિસ પર ૧૦૦ કરોડથી વધુ કમાણી કરી ચૂકેલી હોરર કોમેડી ફિલ્મ સ્ત્રીની સફળતાની પાર્ટીમાં એ પત્રકારો સાથે વાત કરી રહ્યો હતો. એણે કહ્યુ કે આખરે તો ઓડિયન્સ સ્ટાર છે.
અભિનેતા અને સ્ટાર શબ્દો માત્ર હૈયાને રાજી રાખવા માટે વાપરી શકાય. હું સ્ટારપદને બહુ મહ¥વ આપતો નથી. એક અભિનેતા તરીકે મને જે પાત્ર મળે એ પાત્ર ઓડિયન્સને કન્વીન્સીંગ લાગે એ રીતે ભજવું એટલે મારી જવાબાદારી પૂરી.
મારી ફિલ્મો સારી ચાલે એવી મારી ઇચ્છા ખરી પરંતુ હું આંકડામાં માનતો નથી. ફિલ્મ સર્જકોએ કરેલું રોકાણ એમને વાજબી નફા સાથે પાછું મળી જાય એટલે પત્યું.
એણે નિખાલસતાથી કહ્યુ હતું કે અમને કોઇને એવી કલ્પના નહોતી કે આ ફિલ્મ આટલી સારી ચાલશે. અમે સારી ફિલ્મ બનાવી છે એવું તો અમે પણ માનતા હતા પરંતુ આટલી હદે સારી ચાલશે એવી અમને પોતાને પણ કલ્પના નહોતી.
આ ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે શ્રદ્ધા કપૂર ચમકી હતી. હોરર કોમેડી જેનરની આ કદાચ પહેલી ફિલ્મ હતી. રાજકુમાર રાવે કહ્યુ હતું કે હું અમદાવાદમાં મેડ ઇન ચાઇના ફિલ્મના શૂટિંગમાં વ્યસ્ત હતો ત્યારે
કેટલાક લોકોએ મને કહ્યુ હતું કે અમે સ્ત્રી ફિલ્મ એક વાર નહીં બબ્બે ત્રણ ત્રણ વાર જાઇ હતી. ત્યારે મને આ ફિલ્મની સફળતાનો અંદાજ આવ્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY