રૂપાણી સરકારનો ગરીબ લક્ષી મેળાને ૧૦૦ ટકા મળી સફળતા…૧૮૨ ગરીબોને મળ્યો લાભ!!

0
7

ગુજરાતમાં ગરીબોની સંખ્યા કેટલી છે તેવું જા આમ પ્રજાને પૂછવામાં આવે તો અંદાજે ૭૦ ટકા હશે તેવો જવાબ મળે અને સરકારને પૂછીએ તો એટલો જ જવાબ મળે કે ગુજરાતના ૧૮૨ ધારાસભ્યો જ ગરીબ છે. તેમને સૌથી વધુ લોકોના કામ કરવા માટે અહીંથી તહીંથી કારમાં દોડવું પડે છે. લોકોને પત્રોના જવાબો આપવા પડે છે અને કેટલીયે વખત બહારની હોટેલોમાં કે વિશ્રામ ગૃહોમાં રોકાવું પડે છે ત્યાં તેમને અને તેમના સ્ટાફને જમવાનો ખર્ચ થાય છે. વળી તેમની ઓફિસમાં કામ કરતો સ્ટાફ અને
આભાર – નિહારીકા રવિયા તેમના પીએના પગાર આ બધો બોજ રહે છે જે તમામ ખર્ચ સાથે ટેલિફોન બિલ,વીજળી બીલ,ગાંધીનગર નિવાસ સ્થાન જાળવણી ખર્ચ પણ રહે છે જેથી સરકારે આ લોકોથી ચૂંટાયેલા સેવકોનો ખર્ચ ઉઠાવી લીધો છે. કારણ તેઓ ગરીબ લોકો સેવક છે ત્યારે સવાલ એવા ઉઠવા પામ્યા છે કે લોક સેવક તરીકે ચૂંટાવા માટે ચૂંટણીઓ યોજવામાં આવે છે અને ચૂંટાયા પછી લોકોના પ્રશ્નો ઉકેલવાના હોય છે. લોકોના કામ કરવાના હોય છે પરંતુ ચૂંટાયા પછી બધુ ભૂલી જવાનું અને માત્ર પોતાનું જ વિચારવાનું ત્યારે જા લોક સેવકોના પગાર ભથ્થા-પેન્શન નક્કી કરવાનું હોય તો તે માટે લોકો પાસે કેમ જતા નથી. પગાર-ભથ્થા વધારવા મતદાન યોજાવું જાઈએ પણ તેમ કરવાથી દરેક રાજકીય પક્ષો દૂર ભાગે છે. પ્રજાનો મત લઈ લીધા પછી પોતે રાજા પોતાના લાભ પોતે જ નક્કી કરે અને એ પણ દલા તરવાડીની જેમ. ગુજરાત ભાજપ રૂપાણી સરકારે એક જ ઝાટકે ૧૮૨ ધારાસભ્યોને ૪૫ ટકા પગાર ભથ્થો વધારો કરી નાંખ્યો અને એ પણ વિધાન-સભા ગૃહમાં એજન્ડા ન હોવા છતાં એજન્ડા દાખલ કરી દીધો. જેમાં અધ્યક્ષ,ઉપાધ્યક્ષ,મંત્રીગણ,વિપક્ષ નેતાના પગાર ભથ્થા મળીને દર મહિને ૧૩૨૩૨૭ જ્યારે ધારાસભ્યોને ૧૧૬૦૩૨ પગાર મળશે જે પગાર વધારો ડીસેમ્બર ૨૦૧૭થી લાગુ કર્યો છે એટલે કે આજદિન સુધીનો પગાર ડીફરન્સ પણ મળશે બોલો છે કો પૂછનાર પ્રજાને નહીં પણ ધારાસભ્યોને જ મોંઘવારી નડી છે.
લોકો ધારાસભ્યોના પગાર વધારો કરાતા સમસમી ગયા છે પણ કરે તો શું કરે અરે એ તો ઠીક કોંગ્રેસના બોલકા ધારાસભ્યોને તો મુખ્ય સચિવ કરતા પણ વધારે પગાર-બથ્થા મળવા જાઈએ. છેલ્લા ઘણા સમયથી છાશવારે મોંઘવારી,પેટ્રોલ-ડિઝલ ભાવ વધારો,ખેડૂતોના પ્રશ્નો કે શાળા-કોલેજા ફી વધારા મુદ્દે રાજ્યભરમાં હોહા મચાવતો કોંગ્રેસ પક્ષ પણ ભાજપા સરકારે સાથે બેસી ગયો. કોઈ પણ માઈનાલાલે ગૃહમાં વિરોધ ન કર્યો અરે એ તો ઠીક કરોડોમાં આળોટતા એક પણ ધારાસભ્યએ પગાર નહીં લઉં તેવી પણ જાહેરાત ન કરી. તો કોંગ્રેસ સભ્યો કે જેઓ ખેડૂતોના પ્રશ્ને દોડે છે તેમને પગાર વધારાનો લાભ ખેડૂતોને આપવાની પણ વાત ન કરી તો ખેડૂતોને હામી હોવાનો દાવો કરતી ભાજપા સરકારે કે તેના એક પણ સભ્યે પોતાનો પગાર વધારો ખેડૂતોને આપવાની જાહેરાત કે વાત જ ન કરી ત્યારે લાગે છે કે પ્રજા મંદિરમાં લટકાવેલો ઘંટ કે ઢોલ છે. જેને કોઈ પણ નેતા ગમે ત્યારે વગાડીને લોકોને ઘુમાવતા કે રમાડતા રહે છે.
લોકોમાં મોંઘવારી,પેટ્રોલ-ડિઝલના ભાવ વધારાથી ભારે રોષમાં છે. તેમાં પડ્યા ઉપર પ્રજાને પાટુ મારતા હોય તેવો માત્ર ૮૨ ધારાસભ્યોને પગાર રાતો રાત કરી દેતા લોકોમાં વધુ રોષ વ્યાપ્યો છે. પ્રજાનું થવું હોય તે થાય આપણું તો તરભાણું ભરી લો તેવી નીતિ ભાજપા-કોંગ્રેસે સંયુક્ત રીતે અપનાવી છે. લોકો મોંઘવારીથી ત્રસ્ત છે પરેશાન છે ત્યારે પ્રજાને રાહત થાય તેવા પગલા ભરવાને બદલે માત્ર પોતાનું જ વિચારતા પોતાને જ લાભદાયક પગાર વધારો કર્યો તેનાથી લોકો આશ્ચર્યમાં મૂકાઈ ગયા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY