એક સાથે પાંચ ભેંસો ને કરંટ લાગતા મોત થતા લોકો માં ફફડાટ સાથે રોષ
સદનસીબે ત્યાં ખુલ્લી જગ્યા માં કોઈ વ્યક્તિ ગયું હોત તો મોટી જાનહાની થઈ હોત, ત્યારે ભેંસો જેવા મોંઘા પશુ ઓ એ જીવ ગુમાવતા પશુપાલકો માં ભારે રોષ

રાજપીપળા : રાજપીપળા સંતોષ ચાર રસ્તા પોસ્ટ ઓફિસ નજીક જૂની ડી એસ પી કચેરી પાસે એક ખુલ્લી જગ્યા માં આજે સવારે ઘાસચારો ચરવા જઈ રહેલી પાંચ ભેંસો ને કરંટ લાગતા ઘટના સ્થળેજ પાંચેય ના મોત નિપજ્યા હતા ત્યારે જાણવા મળ્યાં મુજબ ઈલેકટ્રીક લાઈન નો વાયર આ જયા પર આગલી રાત્રે તૂટીને પડ્યો હતો એ ભેંસો ને અડી જતા આ દુર્ઘટના થવા પામી હતી .

પરંતુ છેલ્લા ત્રણેક મહિના થી વીજ લાઈનો માં થતી વારંવાર ની ક્ષતિ ના કારણે કલાકો વીજ પુરવઠો બંધ રખાય છે ત્યારે પ્રિમોન્સુન માં શું કામગીરી થઈ હતી એ બાબતે પણ અનેક સવાલો ઉઠવા છતાં હજુ લાઈટો ની રામાયણ યથાવતજ છે ત્યારે વીજ કંપની ના કર્મચારીઓ ની કામગીરી શંકાસ્પદ હોય એમ લાગે છે હાલમાં તો જાનવરો એ જીવ ગુમાવવો પડ્યો છે ત્યારે હજુ કોઈ મનુષ્ય નો ભોગ લેવાયા બાદ વીજ કંપની યોગ્ય કામગીરી કરશે…? એવો સવાલ હાલ શહેર માં સૌ કરી રહ્યા છે ત્યારે આજે મંગળવારે બનેલી આ ઘટના ના ચાર ભેંસ અરવિંદભાઈ નાનુભાઈ માછી અને એક ભેંસ જગદીશભાઈ શનુભાઈ માછી (બંને રહે,લીમડા ચોક ) ની હોય આ બંને પશુપાલકો એ આ બાબતે રાજપીપળા પોલીસ માં જાણ કરી છે
રાત્રે ઝાડ ની ડાળી તૂટતાં વાયર તૂટ્યો હતો : વી જી ચૌધરી (જી ઈ બી ,રાજપીપળા )
આ બાબતે વીજ કંપનીના મુખ્ય ઈજનેર વી જી ચૌધરી ને પૂછતાં તેમને જણાવ્યું કે ગઈ કાલે રાત્રે આ જગ્યા પર ઝાડ ની ડાળી પડતા વાયર તૂટીને નીચે પડ્યો હતો પરંતુ એ તરફ કોઈ રહેતું ન હોવાથી કોઈએ આ માટે ફરિયાદ પણ ન લખાવતા અમને જાણ ન થઈ ત્યારે આ ભેંસો ના મોત થયાનું જાણવા મળતા હું પોતે ઘટના સ્થળે ગયો ત્યારે ખબર પડી કે ડાળી પડતા વાયર તૂટ્યો હતો
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





