મુખ્ય સૂત્રધાર વત્સલ ખમાર ને પકડી ભોગ બનનાર યુવાનોને ન્યાય અપાવવા યુથ કોંગ્રેસનું આવેદન,વત્સલ ખમાર ના ફોટા ઉપર જૂતા નો હાર પહેરાવી વિરોધ કર્યો
ફરિયાદ બાદ ૬ અપરાધીયોઓ પૈકી પોલીસે ૫ ને ઝડપી લીધા છે પરંતુ મુખ્ય સૂત્રધાર વત્સલ ખમાર પોલીસ પકડ થી દુર છે.
રાજપીપળારાજપીપળાના યુવાનો અને યુવતીઓ મળી કુલ 9 લોકો પોતાનું ભવિષ્ય બનાવવા માટે કેનેડા જવા માંંગતા હોય અમદાવાદ અને વડોદરા ની ઠગ ટોળકી એ ૪૮ લાખ રૂપિયા જેવી માતબર રકમ લઈ વિશ્વાસઘાત કર્યો હતો જેમાં છેતરપિંડી નો ભોગ બનેલા પિડિત યુવાનો ના સમર્થન મા આજે નર્મદા યુથ કોંગ્રેસ જોડાયુ અને કલેક્ટર ને આવેદન આપ્યું જેમાં આ પિડિત યુવાનોને ન્યાંય નહિ મળે તો રાજ્યવાપી આંદોલ કરવાની ચિમકી આપી આ ફરિયાદ બાદ ૬ અપરાધીયોઓ પૈકી પોલીસે ૫ ને ઝડપી લીધા છે પરંતુ મુખ્ય સૂત્રધાર વત્સલ ખમાર હજુ પોલીસ પકડ થી દૂર હોય વત્સલ પરેશકુમાર ખમાર ને વહેલી તકે પકડવાની માંગ કરી હતી.આવેદન માં નર્મદા યુથ કોંગ્રેસ વિધાન સભા યુથ પ્રમુખ અજય વસાવા,નર્મદા જિલ્લા પ્રમુખ વાસુદેવ વસાવા,એન.એસ.યુ.આઈ.પ્રમુખ સાગર વસાવા સાથે ફરિયાદ કરનાર હેમંત બારોટ સહિત યુથ કોંગ્રેસ કાર્યકરો જોડાયા હતા.જિલ્લા સેવા સદન ખાતે યુથ કાર્યકરો એ વત્સલ ખમાર ના ફોટો બેનર ઉપર જૂતા નો હાર પહેરાવીને વિરોધ પ્રગટ કરી તાત્કાલિક પકડવા માંગ કરતું આવેદન આપી નિષ્પક્ષ તપાસ કરી પકડાયેલા અપરાધીયોને કડક સજા થાય અને મુખ્ય આરોપી ન પકડાય ત્યા સુધી પકડાયેલાં અપરાધિ ઓને જામીન ન મળે તેવી માંગ કરી મુખ્ય સૂત્રધાર વત્સલ ખમાર વહેલી તકે પકડાઈ અને ભોગ બનનારાઓ એ ગુમાવેલ રુપિયા પરત મળે તેવી માંગ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



