એમએલએ ડેરનો ઉશ્કેરણીજનક વીડિયો વાયરલ, જાણવા જોગ ફરિયાદ નોંધાઇ

0
37

રાજુલા,તા.૧
રાજુલાના જૂની બારપટોળી ગામમાં કેટલાક ઈસમો દ્વારા હથિયારો બતાવી ગાળો આપી દુકાનો બંધ કરાવવા બાબતની ઘટના બની હતી. ત્યારબાદ હથિયાર બતાવવાનો વીડિયો વાઇરલ થતા પોલીસ દ્વારા ગુનો નોંધી ૩ શખ્સોની અટકાયત કરી પોલીસ કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં આ સમાચાર મળતા સ્થાનિક કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેરએ ગામની મુલાકાત લીધી હતી અને ગામને ખુલ્લું સમર્થન આપ્યું હતું અને કાયદાનું ભાન કરાવવા આહવાન કર્યું હતું અને ભાષણ કર્યું હતું. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થતા રાજુલા પોલીસ સ્ટેશનમાં આ વીડિયો અંગે જાહેર સમુદાય વચ્ચે ગુનો કરવા ઉશ્કેરણી કરતા હોવાને આધારે જાણવા જોગ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
જો કે સમગ્ર મામલે રાજુલા પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એમ. ઝાલા તપાસ કરી રહ્યા છે, પરંતુ ધારાસભ્ય અંબરીશ ડેરના વીડિયો મામલે જાણવા જોગ ફરિયાદ નોંધાતા રાજુલા પંથકનું રાજકારણ ફરી ગરમાયું છે. વીડિયોમાં અંબરીશ ડેર બોલે છે કે, લુખ્ખા તત્વો દ્વારા અહીં જે ઘટના બની તે સંદર્ભે અહીં આવવાનું થયું છે તે કોઇ ગમતી વાત ન હોય. લુખ્ખા તત્વોએ આવી બહુ નુકસાન કર્યું પરંતુ આપણને જેની સાથે વાંધો હોય તેની ઘરે જઇને શોધી લેવાના. એકવાર તેને પકડીને બેસાડી દેવાય અને પછી પોલીસને કહેવાય કે આની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો. આપણે કોઇ ઉશ્કેરવા માગતા નથી. આ બિલકુલ ચલાવી લેવાની વાત નથી હું તમારી સાથે છું. લુખ્ખા તત્વોને શબક શીખવાડવા સિવાય કોઇ બીજો રસ્તો નથી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY