તા. ૧૪ જુનના રોજ વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે ભાવનગરના શહેરી વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

0
39

ભાવનગર;મંગળવાર;

સમગ્ર વિશ્વમાં ૧૪મી જૂનના રોજ  ‘‘વિશ્વ રક્તદાતા દિવસ’’ તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર તેમજ બેન્ક ઓફ બરોડા, ભાવનગર અને CISF, ભાવનગર એરપોર્ટના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવમાં આવેલ છે. સદરહું કેમ્પ તા.૧૪/૦૬/૨૦૧૮ના રોજ આયોજન માટેનું સ્થળ અને સમય નીચે દર્શાવેલ છે:

૧) સ્થળ:- સરકારી મેડીકલ કોલેજ,

એસ.ટી. સ્ટેન્ડની પાછળ, ભાવનગર

સમય:- સવારે ૦૯:૦૦ કલાકથી બપોરે ૦૨:૦૦ કલાક સુધી

૨) સ્થળ:- CISF Unit,

ભાવનગર એરપોર્ટ, ભાવનગર

   સમય:- સાંજે ૦૪:૦૦ કલાકથી સાંજે ૦૭:૦૦ કલાક સુધી

૩) સ્થળ:- બેન્ક ઓફ બરોડા,

ભાવનગર મેઈન બજાર, ભાવનગર

   સમય:- સવારે ૧૧:૦૦ કલાકથી બપોરે ૦૧:૦૦ કલાક સુધી

૪) સ્થળ:- બેન્ક ઓફ બરોડા,

માધવ હિલ કોમ્પલેક્ષ, વાઘાવાડી રોડ, તક્તેશ્વર મંદીર, ભાવનગર

   સમય:- સાંજે ૦૩:૦૦ કલાકથી સાંજે ૦૬:૦૦ કલાક સુધી

 

ઉપરોક્ત કમ્પનુ ઉદ્ઘાટન જિલ્લા કલેક્ટર દ્વારા કરવામાં આવશે. જેમાં ડી.ડી.ઓ. , સી.ડી.એચ.ઓ., ડીન- મેડીકલ કોલેજ તેમજ આરોગ્ય ખાતાની અધિકારીઓ ઉપસ્થીત રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY