રાષ્ટ્રીય લઘુમતિ કમિશનના અધ્યક્ષ રિઝવીનું મહત્વપૂર્ણ નિવેદન
અયોધ્યા,તા.૧૮
રાષ્ટ્રીય લઘુમતિ કમિશનના અધ્યક્ષ સૈયજ ગેયૂરૂલ હસન રિઝવીએ રવિવારે કહ્યું કે, તેઓ અયોધ્યા મામલામાં અદાલત બહાર સમાધાન નિકાળવા માટે મધ્યસ્થાની કોશિષ કરશે અને આ હેઠળ પક્ષકારો સાથે વાતચીત કરશે. તેમને કહ્યું કે, આ મામલમાં મુસ્લિમ પક્ષને મોટું દિલ રાખવું જાઈએ કેમ કે રામ મંદિર હિન્દુ સમાજ માટે આસ્થાનો વિષય છે.
સાથે જ રિઝવીએ કહ્યું કે, તેઓ મુસ્લિમ સમુદાયને વિશ્વાસ અપાવવાનો પ્રયત્ન કરશે કે અયોધ્યા મામલામાં સમાધાન પછી કાશી, મથુરા અથવા અન્ય બીજી રીતનો કોઈ વિવાદ ઉભા નહી થાય. તેમણે જણાવ્યું કે, કમિશ્ને ૧૪ નવેમ્બરની બેઠકમાં મને કહ્યું કે, જો તમે ઈચ્છો તો અદાલતની બહાર અયોધ્યા મામલાની મધ્યસ્થા કરવાની કોશિષ કરી શકું છું. હું આ કોશિષ કરવા જઈ રહ્યો છું કેમ કે, અદાલતથી જે નિર્ણય આવશે તે કોઈ એકપક્ષમાં હશે જ્યાર બાદ વિવાદ ઉભો થશે. જા આ મામલાનો ઉકેલ અદાલતથી બહાર જ લાવી દેવામા આવશે તો આનાથી દેશની ગંગા-જમુના સંસ્કૃતિ મજબૂત થશે.
તેમને કહ્યું, કોઈ એવું નહી ઈચ્છે કે અયોધ્યામાં રામ મંદિર સંઘર્ષ દ્વારા બને. બધા જ લોકો ઈચ્છે છે કે, એકતા અને અંદરોદરના સૌહાર્દ સાથે રામ મંદિરનું નિર્માણ કરવામા આવે. જા આપસી સહમતિથી રામ મંદિર બને છે તો દેશ માટે આ ઘણું મોટું નિર્માણ હશે. રિઝવીએ કહ્યું, મુસ્લિમ સમાજ તરફથી શંકા જતાવવામા આવી છે કે, જા અયોધ્યા મામલાનું નિરાકરણ આવી જશે તો પછી કાશી અને મથુરા જેવા મામલાઓ ઉભો થઈ જશે. એવામાં તે પ્રયત્ન કરીશ કે અયોધ્યા મામલાનો ઉકેલ સાથે સુનિશ્ચિત પણ કરવામા આવશે કે કાશી, મથુરા અથવા બીજા વિવાદ ઉભો ના થાય. આવી રીતનો આશ્વસન મુસ્લિમનો મળવો જાઈએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


