ડેડીયાપાડા ના સેજપુર બસ સ્ટેન્ડ પાસે ની દુકાનમાં અને નવા વાઘપુરા બસ સ્ટેડ પાછળ ના ખેતર માં ચાલતા જુગાર માં કુલ રૂપિયા 15,130/- ના મુદ્દામાલ સાથે પોલીસે ત્રણ ની અટક કર જયારે અય છ ફરાર ની શોધખોળ ચાલુ કરી
રાજપીપળા:નર્મદા જિલ્લા માં દારૂ જુગાર બાબતે જિલ્લા પોલીસ વડા બહુ કડક છે પરંતુ ક્યાંક કોઈ કારણોસર અમુક જગ્યા એ આ બદી હજુ યથાવત જણાય છે જેમાં ગતરોજ ડેડીયાપાડા તાલુકાના સેજપુર ગામના બસ સ્ટેન્ડ પાસેની દુકાનમાં પોલીસે બાતમીના આધારે રેડ કરતા જુગાર ના સાહિત્ય મોબાઈલ અને રોકડ મળી કુલ રૂપિયા 2920/- નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ જુગારીયા પૈકી મનોજ ભાવસીંગ વસાવા , પયો ઉર્ફે આસિફ અશરફ મોગલ અને સુરેશ નામનો વ્યક્તિ મળી ત્રણ પૈકી મનોજ વસાવા પોલીસ ને હાથ લાગ્યો જયારે અન્ય બે ફરાર થયા હતા જયારે અન્ય એક ગુનો રાજપીપળા પોલીસ માં નોંધાયો જેમાં નાવવાઘપુરા ગામના બસ સ્ટેન્ડ પાછળના ખેતર માં જુગાર ની બાતમી મળતા રેડ કરી જ્યાં અંગઝડતી ના રૂપિયા 7240/- ,દાવ પરના રૂપિયા 4490/- અને મોબાઈલ સહીત કુલ રૂપિયા 12230/-ના મુદ્દામાલ સાથે કુલ છ જુગારીયા પૈકી બે ઝડપાયા જયારે અન્ય ચાર નાશી છૂટ્યા હતા આમ નર્મદા માં બે જુગારધામો પર પોલીસ રેડ માં કુલ 15,150/- રૂપિયા નો મુદ્દામાલ જપ્ત કરી નવ આરોપી પૈકી ફક્ત ત્રણજ પોલીસ ના હાથ લાગ્યા જયારે છ ફરાર થઈ જતા શોધખોળ શરુ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી .
ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






