નર્મદા નિગમનો ભ્રષ્ટાચાર ખુલ્યો
ગાંધીનગર,તા.૧૮
અન્ટી કરપ્શન બ્યૂરો (ACB)એ અપ્રમાણસરની મિલકતનાં સંદર્ભમાં સરદાર સરોવર નર્મદા નિગમનાં કાર્યપાલક ઇજનેર (ક્લાસ વન ઓફિસર) ગૂનો દાખલ કર્યો છે અને નર્મદા નિગમમાં ચાલતો ભ્રષ્ટાચાર ખુલ્લો પડ્યો છે. આ ગૂનો સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં, ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ-૧૯૮૮(સુધારો-૨૦૧૮) કલમ ૧૩(૧)(બી) ૧૩(૨) મુજબ નોંધાયો છે.
આ કેસમાં એન. કે.વ્યાસ, (ઈ.ચા. પોલીસ ઈન્સ્પેક્ટર), દેવભૂમિ દ્વારકા, (એ.સી.બી. પોલીસ સ્ટેશન) ફરિયાદી બન્યા છે. એસીબીએ મહેશભાઈ ધનજી ભાઈ પટેલ, કાર્યપાલક ઇજનેર , વર્ગ-૧, સરદાર સરોવર નર્મદા નિગમ સૌરાષ્ટÙ પેટા વિભાગ, ધ્રાગધ્રા, (રહે. મુળ- સારવણી, તા-ચીખલી, જી-નવસારી) સામે ગૂનો દાખલ કર્યો છે.
એસીબીને આ ક્લાસ વન ઓફિસર પાસેથી રોકડ રૂ .૪૬,૨૦ લાખ અપ્રમાણસરની મિલકત મળી છે. આધારભૂત સુત્રોનાં જણાવ્યા અનુસાર, આ કામનાં આરોપી વિરુદ્ધ તા-૧૪-૧૧-૧૮ ના રોજ સુરેન્દ્રનગર એસીબી પોલીસ સ્ટેશનમાં ગૂનો નોંધ્યો હતો અને આ આરોપીની ૧૪ નવેમ્બરનાં રોજ અટકાયત કરવામાં આવી હતી..
આ સમયે આરોપીની અંગજડતીમાથી રોકડ રુ ૩૧૦૦, તથા તેના વતનના રહેણાક મકાનની ઝડતી દરમ્યાન રોકડ રુ ૪૨૪૫૪૦૦/- તથા તેના ધ્રાગધ્રા ના રહેણાક મકાને ૧૫ નવેમ્બરનાં રોજ ઝડતી દરમ્યાન રોકડ રુ ૩૪૪૪૭૦ મળી કુલ રોકડ રુ ૪૬,૨૦૮૭૦ ની અપ્રમાણસર મિલ્કત મળી આવેલી હતી. જે રકમ અંગે પૂછપરછ કરતા આ રકમ અલગ અલગ કોન્ટ્રાકટરો પાસે થી ૧% કમીશન પેટે મેળવેલી હોવા નું જણાવતા ગુન્હો નોંધવામાં આવ્યો હતો.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



