મને ખુશ કરવા ભારત વેપાર ઇચ્છે છે : ટ્રમ્પ

0
13

વાશિંગ્ટન,તા.૨
અમેરિકાનારાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે ભારત પર અમેરિકાના ઉત્પાદનો પર ટેક્સ લાગુ કરવાના મામલે નિશાન સાધ્યું હતું તેમણે જણાવ્યું કે, ભારત અમેરિકાને ખુશ કરવા માટે તેની સાથે વેપાર કરાર કરે છે. ટ્રમ્પે અમેરિકી પ્રોડક્ટ્‌સ પર લગાવવામાં આવતા ટેક્સને લઈને ભારત પર બીજી વાર પ્રહારો કર્યા છે.
ટ્રમ્પે ભારતને ટેરિફ કિંગની ઉપાધી આપીને જણાવ્યું કે, ભારત અમેરિકાની પ્રોડક્ટ્‌સ પર વધારે ટેક્સ લાદે છે. ટ્રમ્પે જણાવ્યું કે, જ્યારે અમેરિકાએ આટલો જ ટેક્સ ભારતના ઉત્પાદનો પર લગાવવાની વાત કરી ત્યારે ભારતે જણાવ્યું કે, તે અમેરિકા સાથે વેપાર કરાર માંગે છે.
આ સિવાય ટ્રમ્પે મીડિયાને જણાવ્યું કે, અમેરિકાની અધિકારીઓએ ભારતને પ્રશ્ન કર્યો હતો કે, ભારત કેમ અમેરિકા સાથે વેપાર કરાર કરવા માંગે છે ત્યારે ભારતે જણાવ્યું કે, તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિને ખુશ કરવા માંગે છે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે જણાવ્યું કે, ભારત, અમેરિકા સાથે વેપાર કરાર કરવા માંગે છે. ત્યાંજ વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ આજે જણાવ્યું કે, અમેરિકા પણ ભારત સાથે વેપાર કરાવ કરવા માંગે છે, પરંતુ અત્યારે અંગે વધુ વાત કરવી ઉતાવળીયું થશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY