બોટાદ જીલ્લાના રાણપુરમાં અને રાણપુર તાલુકાના ગામડાઓમાં રાણપુર પોલીસ દ્વારા જુગાર રમતા જુગારીઓ ઉપર લાંલ આંખ કરીને દરોડા પાડી કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે .
તેથી જુગાર રમતા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયાની સાથે જુગાર રમવાના રસિયાઓમાં ચિંન્તાનુ મોજુ ફરીવળ્યુ છે ત્યારે આજે રાણપુર તાલુકાના ચંદરવા ગામે રાણપુર પોલીસે રેડ પાડતા સાત જુગારીઓ ઝડપાઈ ગયા હતા.
આ અંગે પોલીસ સુત્રો પાસેથી મળતી માહીતી મુજબ રાણપુર તાલુકાના ચંદરવા ગામે જાહેરમાં તીનપત્તી નો જુગાર રમતા સાત શખ્સો રોકડા ૧૧૨૪૦ રૂપિયા સાથે રાણપુર પોલીસે પકડી પાડ્યા હતા આ સાત જુગારીઓમાં ભગવાનભાઈ વશરામભાઈ સોડલા-ઉ.૪૦,હકાભાઈ ધુડાભાઈ જાદવ-ઉ.૪૫,વિનોદભાઈ ચતુરભાઈ કુકવાળા-ઉ.૩૨,કુકાભાઈ રામજીભાઈ સીતાપરા-ઉ.૩૩,મુકેશભાઈ કાનજીભાઈ સીતાપરા-ઉ.૨૭,ભુપતભાઈ લધરાભાઈ બલાળીયા-ઉ.૫૦,ચેતનભાઈ ભવાનભાઈ સીતાપરા-ઉ.૩૨ તમામ રહે ચંદરવા આ ઝડપાયેલા સાત શખ્સોને રાણપુર પોલીસ સ્ટેશન ખાતે લાવી તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ ગુન્હો દાખલ કરી આગળની કાર્યવાહી હે.કો-ડી આર કમેજળીયા કરી રહ્યા છે.
રિપોર્ટર-વિપુલ લુહાર,રાણપુર
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"


