રાજપીપલા નગરપાલિકા દ્વારા વધુ છ આખલા ઝબ્બે કરતા હાશકારો  

0
77

અગાઉ દસ આખલા ને ગામ બહાર છોડાયા બાદ નગરજનો ને મોટી રાહત હતી ત્યારે હાલ નવા છ આખલા દેખાતા જબ્બે કરી જંગલ તરફ છોડી મૂકાયા

રાજપીપળા: રાજપીપળા શહેર માં ગત મહિને આખલાઓ નો આતંક વધતા નગરપાલિકા પ્રમુખ અલ્કેશસિંહ ગોહિલ ની સૂચના હેઠળ પાલિકા ના સુપરવાઈઝર જગદીશ વસાવા ના નેજા હેઠળ ઢોર પકડ જુમ્બેશ શરૂ કરાઈ હતી જેમાં દસ આખલાઓ ને જબ્બે કરી જંગલ તરફ છોડી મુક્યા બાદ ઘણી રાહત થઈ હતી પરંતુ પુનઃ રાજપીપલા શહેરમાં નવા આખલા દેખાતા ઢોર પકડ ટીમે આજે ગુરુવારે શહેર માં સર્ચ કરી વધુ દસ આખલા જબ્બે કરવામાં સફળતા મેળવી આ આખલાઓ કોઈને શિકાર બનાવે એ પહેલાજ તમામ ને પકડી જંગલ તરફ છોડી મુકાયા હતા સમયાંતરે નગરજનો માટે જોખમરૂપ જણાતા આ સાંઢો પર પાલિકા ટિમ બાજ નજર રાખી કોઈને નુકસાન ન કરે એ માટે તુરતજ જબ્બે કરવા એક્સન લેતા રાજપીપલા શહેર માં લોકો ભયમુક્ત થઈ ફરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મોં.નં.9408975050

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY