સાયલા તાલુકા ના 2500 જેટલા ડમ્પરોના પૈડાં થંભી ગયા હાલ હડતાળ પર

0
2973

આજરોજ ગુજરાત સરકાર પાસે કવોરી ઉદ્યોગ એસોસિયેશન દ્વારા 14જેટલી માંગણી મુકવામાં આવી હતી
જે નહીં સ્વીકારાતા સાયલા મા આવેલ 130  જેટલી કવોરી બંધ કરી કરી તેમજ 2500 જેટલા  ડમ્પર પણ આ હડતાલમા જોડાયા છે.તમામ સપ્લાય પણ હાલ બંધ છે.56 પછાત તાલુકા નો એક ખાસ તાલુકો સાયલા છે 

કવોરી એસોસીયેશન ની માગણી માઇનીંગ પ્લાન્ટ મા એક હેક્ટર દીઠ એક લાખ રૂપિયા ડીપોઝીટ છે તે ગેર વ્યાજબી છે

ડમ્પર માં જેટલો માલ ભરવામાં આવે તેટલા ટન ની રોયલ્ટી પાસ ચાલુ કરવો

બ્લેક ટ્રેપ મટીરીયલ ભરીને ચાલતા વાહનો માત્ર ખનીજ વિભાગ દ્વારા ચેકીંગ કરવામાં આવે

આવી સરકાર સામે જુદી જુદી માંગણી મુકવામાં આવી હતી જેનો સ્વિકાર નહીં કરાતા 6000 ડમ્પર ના ડ્રાયવરો બે રોજગાર બન્યા છે

કવોરી ઉપર કામ કરતા મજુરો ગેરેજ માલીકો સ્પેરપાર્ટ વેચનાર વગેરે લોકો આ કવોરી સાથે જોડાયેલા તમામ ને મોટો ફટકો પડેલ છે

તેને લઇને સમગ્ર ગુજરાતનાં કવોરિ માલિકો આજે સાયલા મુકામે અેકઠા થયેલા અને ગુજરાત સરકારના આ નિર્ણયનો વિરોધ  નોધાવેલ તેમા આજરોજ સમગ્ર ગુજરાતનાં કવોરિ ઉધોગ  અને ડમ્મપર માલિકો જોડાયેલા છે આજ થી  સમગ્ર ગુજરાતના ૨૦૦૦૦ હજાર થી વધુ  ડમ્પર માલિકો  જોડાયેલા તેમની માંગણી પુરી કરવામા નહિ  આવે તો જલદ આંદોલન  કરવાની ચિમકી ગુજરાત કવોરિ પ્રમુખ  કાળુભાઇ દવારા આપવામાં આવેલ છે

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા
લીંબડી. (જી.સુરેન્દ્રનગર)
મો. 98255 91366

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY