લંડન,તા.૨૮
ઇંગ્લેન્ડના લેગસ્પિનર આદિલ રશીદે માઇકલ વોન પર પલટવાર કરતાં કહ્યું કે, આ પૂર્વ કેપ્ટનની ટિપ્પણીઓ મુર્ખતાપૂર્ણ છે અને તેનું કોઈ મહત્વ નથી. રશીદને ભારત સામેની ટેસ્ટ ટીમમાં સામેલ કરવાના નિર્ણયની માઇકલ વોને ટીકા કરી હતી.
રશિદ ની ટીમમાં વાપસી પર પૂર્વ કેપ્ટન માઇકલ વોને તેને હાસ્યાસ્પદ ગણાવ્યું હતું. વોને પસંદગીકારો પર સવાલ ઉઠાવતાં કહ્યું કે, જે ખેલાડી ટેસ્ટ ક્રિકેટમાં રમવા માગતો નથી તેને સીમિત ઓવરોની ફોર્મને કારણે ટેસ્ટ ટીમમાં સ્થાન અપાયો છે.
૩૦ વર્ષીય રશીદે ૨૦૧૮ની સિઝન માટે યોર્કશાયર માટે માત્ર સીમિત ઓવરોની ક્રિકેટ માટે કરાર કર્યો છે. રશીદે કહ્યું કે, તેની ટીમમાં વાપસી પર વોનની ટિપ્પણી બકવાસ છે. માઇકલ વોને આદિલ રશીદને ૨૦૧૫માં ટેસ્ટ કેપ સોંપી હતી.
તેણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, વોન ગમે તે કહી શકે છે અને તે સમજે છે કે, લોકો તેની વાત સાંભળે છે. તે શુ કહે છે તે અંગે ઘણા લોકોને રસ નથી હોતો. તેની ટિપ્પણી કોઈના માટે મહત્વપૂર્ણ નથી.
રશીદે કહ્યું કે, મેં જ્યારે વર્ષની શરૂઆતમાં કહ્યું હતું કે, હું ટેસ્ટ ફોર્મેટમાં નહીં રમું. તે વખતે પણ તેણે ટ્વીટ કરી હતી અને મુર્ખતાપૂર્ણ વાતો કરી રહ્યા હતા. રશીદે કહ્યું કે, તેમનો મારા વિરુદ્ધ કોઈ એજેન્ડા નથી પરંતુ ઘણી વખત પૂર્વ ખેલાડી વર્તમાન ખેલાડીઓ અંગે બકવાસ કરતા હોય છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




