એક જેવા રોલ મારા માટે મુશ્કેલઃ અનુષ્કા શર્મા

0
9

મુંબઈ,તા.૨૮
બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આનંદ એલ. રાયની ફિલ્મ ‘ઝીરો’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે કહે છે કે આ ફિલ્મ બે લોકોની સુંદર કહાણી છે. તે મારી ખુશકિસ્મતી છે કે હું આ ફિલ્મનો ભાગ છું. શાહરુખ ખાન સાથે આ મારી ચોથી ફિલ્મ છે. ‘ઝીરો’માં કેટરીના મુખ્ય ભૂમિકામાં છે. હું એક સાઇંટિસ્ટની ભૂમિકામાં છું.
આ ફિલ્મની કહાણી સાથે નાસાનું પણ કંઇક કનેક્શન છે. ફિલ્મ ‘સૂઈ ધાગા’ અંગે વાત કરતાં અનુષ્કા કહે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ‘મેક ઇન ઈન્ડિયા’ અભિયાનની થીમ પર બની રહેલી આ ફિલ્મમાં વરુણ એક ટેલરના રોલમાં છે, જ્યારે હું એક ઇન્ડિપેંડેંટ ડિઝાઇનરનો રોલ કરી રહી છું.
અનુષ્કા હંમેશાં અલગ અલગ પ્રકારનાં પાત્રોમાં જોવા મળે છે. તે કહે છે, કોઇ એક જ પ્રકારના રોલ કરવા મારા માટે મુશ્કેલ હોય છે. હું હંમેશાં કોશિશ કરું છું કે મને અભિનયમાં કંઇક અલગ કરવાનો મોકો મળે, જેના કારણે હું અલગ અલગ પાત્રને ન્યાય આપી શકું.
મારી આદત હંમેશાં કંઇક ને કંઇક નવું કરવાની છે. મને નવું શીખવાનો શોખ છે. મારા પાત્ર માટે હું હંમેશાં કંઇક નવું શીખતી રહું છું. આજે ઇન્ડસ્ટ્રીમાં મહિલા પ્રધાન ફિલ્મ બની રહી છે. અનુષ્કા કહે છે કે આ એક સારી શરૂઆત છે. મહિલાઓ આજકાલ દરેક ક્ષેત્રમાં કાર્યરત છે.
નિર્દેશન, ડિઝાઇનિંગ, ફિલ્મ નિર્માણ અને અન્ય કાર્ય પણ તે પુરુષો સાથે ખભેખભો મિલાવીને કરતી હોય છે. આ બદલાવ ફક્ત ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યો નથી, પરંતુ ઘણી બધી જગ્યાએ તે જોવા મળે છે. લેખકો હવે હીરોઇન પ્રધાન કહાણીઓ પણ લખી રહ્યા છે. આ તમામ ફિલ્મો બોક્સ ઓફિસ પર પોતાનો ઝંડો ફરકાવવામાં સફળ રહી છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY