મહેસાણા અર્બન બેન્કને આરબીઆઇએ ૫ કરોડનો દંડ ફટકાર્યો

0
9

ગાંધીનગર,તા.૬
હવે બેંકની સામે પણ આરબીઆઇ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જો કોઈ પણ બેંક લોન આપવાના નિયમોમાં બાંધછોડ કરીને પોતાના ખાતા ધારકોને લોન આપશે તો તે બેંક પર આરબીઆઇ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને ભારે દંડ પણ કરવામાં આવશે. આ કહેવાનું કારણ એ છે કે, મહેસાણામાં આરબીઆઇ દ્વારા એક કો-ઓપરેટીવ બેંકને કરોડો રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ બેંકને લોન આપવાના નિયમોમાં બાંધછોડ કરવા બદલ આરબીઆઇ દ્વારા બેંકને દંડ ફટકારવામાં આવ્યો છે.
એક રિપોર્ટ અનુસાર, ધી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંક પર એવા આક્ષેપો થયા હતા કે, બેંક દ્વારા કેવાયસીના નિયમોનો ભંગ કરીને અથવા તો નિયમોમાં બાંધછોડ કરીને લોન આપવામાં આવી છે. આ આક્ષેપ થતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડીયા દ્વારા ધી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકના ૩૧ માર્ચ, ૨૦૧૮થી વર્તમાન નાણાકીય સ્થિતિ વિષે તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન કેટલીક ખામીઓ સામે આવતા આરબીઆઇ દ્વારા ધી મહેસાણા અર્બન કો-ઓપરેટીવ બેંકને પાંચ કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY