અટકચાળા તત્વો માટે વોટસએપ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ અફવાઓ અને તનાવ ફેલાવવા માટે થઈ રહ્યો છે. જેનાથી પોલીસ અને સરકાર પરેશાન છે. આવા સંજોગોમાં કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં જેટલા પણ વોટસએપ ગ્રુપ ચાલે છે. તે તમામના એડમિન માટે રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવી દેવાયુ છે.જિલ્લાધિકારી અંગ્રેજ સિંહ રાણાનુ કહેવુ છે કે દરેક એડમિને 10 દિવસમાં પોતાના ગ્રુપનુ રજિસ્ટ્રેશન કરાવવુ પડશે. એક અખબારના અહેવાલ પ્રમાણે રજિસ્ટ્રેશન નહી કરાવનારા સામે આઈટી એક્ટ, સાયબર ક્રાઈમના કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. કિશ્તવાડમાં સોશ્યલ મીડિયા દ્વારા અફવા ફેલાવાના થઈ રહેલા પ્રયત્નો બાદ આ આદેશ બહાર પાડવામાં આવ્યો છે. જિલ્લાધિકારીનુ કહેવુ છે કે સોશ્યલ મીડિયા પર વાત રજૂ કરવાની સ્વતંત્રતા છે પણ તેની સાથે કેટલીક જવાબદારીઓનુ પણ પાલન થવુ જોઈએ. જે જોવાની જવાબદારી વોટ્સએપ ગ્રુપ એડમિનની છે.જેથી આપત્તિજનક પોસ્ટ મુકતા પહેલા ગ્રુપ એડમિન સભ્યોને ચેતવી શકે. આ આદેશના ભાગરૃપે એડમિને ગ્રુપના તમામ સભ્યોની જાણકારી આપવી પડશે અને જો જરૃર પડે તો પોલીસ બોલાવે ત્યારે પૂછપરછ માટે હાજર રહેવુ પડશે. જો ગ્રુપનો કોઈ સભ્ય આપત્તિજનક પોસ્ટ કરે તો ગ્રુપ એડમિન નજીકના પોલીસ મથકમાં તેની જાણકારી આપી શકશે. 16 જુને કિશ્તવાડમાં આઝાદીના નારા લાગ્યા હોવાની અફવા બાદ પુરા વિસ્તારમાં તનાવપૂર્ણ સ્થિતિ ઉત્પનન થઈ હતી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




