રાજકોટમાં મહિલાઓ ઉપર વધતા જતા અત્યાચારો, ૯ માસમાં ૨૯૦ કેસ

0
63
-ઘરેલું હિંસાના સર્વાધિક ૧૮૮, જાતિય સતામણીના ૩૭ બનાવ

દિલ્હીના ચર્ચાસ્પદ નિર્ભયાકાંડ બાદ સ્ત્રીઓ પરના અત્યાચારને અત્યંત ગંભીરતાથી લેવામાં આવી રહ્યા છે, આમ છતાં એનું પ્રમાણ ઘટયું નથી. રાજકોટ શહેરમાં જ છેલ્લા નવ માસ દરમિયાન કુલ ૨૯૦ મહિલા ઘરેલું, જાતીય, દુષ્કર્મ સહિતની હિંસાનો શિકાર બની છે. નિર્ભયા રેપ કેસ બાદ સમગ્ર દેશમાં હિંસાનો ભોગ બનતી મહિલાઓને તાત્કાલિક મદદ અને આસરો મળી રહે એ માટે ૧૫૦ નિર્ભયા સેન્ટર શરૃ કરવામાં આવ્યા હતા. ગુજરાતમાં પ્રથમ તબક્કે રાજકોટ, ભુજ અને સાબરકાંઠા જિલ્લામાં આ પ્રકારના સેન્ટરની શરૃઆત થઇ હતી. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ગત તા. ૧-૯-૨૦૧૭થી નિર્ભયા સેન્ટર શરૃ કરવામાં આવ્યું હતું. જ્યાં કોઇ પણ પ્રકારની હીંસાનો ભોગ બનેલી મહિલાઓને ૨૪ કલાક મદદ પુરી પાડવામાં આવે છે. જેમાં કાનુની સહાય, પોલીસની મદદ, મેડિકલ સહાય, કાઉન્સિલિંગ, આશ્રય જેવી મદદનો સમાવેશ થાય છે. આ સેન્ટર અહીં શરૃ થયું ત્યારથી છેલ્લા નવ માસમાં ઘરેલું હિંસાના ૧૮૮, જાતીય સતામણીના ૩૭, દુષ્કર્મના ૮, એસિડ એટેકનો એક, સાયબર ક્રાઇમનો એક, દહેજના ૯ અને અન્ય હિંસાના ૪૬ મળીને કુલ ૨૯૦ પીડિત સ્ત્રીના બનાવો પ્રકાશમાં આવ્યા હતા અને તેમણે આ સેન્ટરની મદદ મેળવી હતી. સુત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટમાં જે જગ્યાએ નિર્ભયા સેન્ટર ચાલી રહ્યું છે, એ હંગામી છે. સ્ત્રીઓ પર વધી રહેલા અત્યાચાર અને હાલ માત્ર પાંચ સ્ત્રીઓને કેવળ પાંચ દિવસ જ રાખી શકાય એટલી જ સુવિધા હોવાથી નજીકના ભવિષ્યમાં નિર્ભયા સેન્ટર માટે સિવિલ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં અલાયદી અદ્યતન ઇમારત બનાવવામાં આવશે. જ્યાં સીસી ટીવી કેમેરાની સવલત ઉપરાંત ખાસ સંજોગોમાં ઓન લાઇન ઓડિયો-વિઝ્યુઅલ નિવેદનની સુવિધા રખાશે અને એક મહિલા પીએસઆઇને પણ મૂકવામાં આવશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY