રેલ્વેમાં મળશે રાહત!,૪૦ ટ્રેનોના ફ્લેક્સી ફેરમાં ટૂંક સમયમાં ફેરફાર થશે

0
61

ન્યુ દિલ્હી,તા.૧૪
ફ્લેક્સી ફેરના કારણે મોંઘી મુસાફરી કરી રહેલા રેલવે યાત્રીઓને જલ્દી જ રાહત મળી શકે છે. રેલવે બોર્ડે રાહત આપવા માટે ઘણા ઓપ્શન્સ તૈયાર કર્યા છે અને હવે આશા છે કે આગામી દિવસોમાં રેલમંત્રી પીયૂષ ગોયલ આ વિકલ્પોને મંજૂરી આપી શકે છે. જા કે, રેલવે યાત્રીઓને કેટલી રાહત મળશે તે તો રેલવેમંત્રી કયો વિકલ્પ પસંદ કરે છે તેના પર આધાર રાખે છે.
રેલવે બોર્ડના સૂત્રોના મતે, લગભગ છેલ્લા એક વર્ષથી રેલવે ફ્લેક્સી ફેરમાં રાહત આપવા માટે કવાયત કરી રહ્યું છે. આ મામલે રેલવે બોર્ડે એક કમિટીની રચના કરી હતી. આ કમિટીએ રિપોર્ટ સોંપ્યા બાદ પણ રેલવેએ વિવિધ સ્તરે કમિટીના પ્રસ્તાવો પર વિચાર કર્યો. સૂત્રોના મતે, હવે રેલવે બોર્ડે આ વિકલ્પો વિષે બરાબર વિચાર્યા બાદ રેલવે મંત્રીને ફાઈલ મોકલી છે.
રેલવે બોર્ડના સૂત્રોનું માનીએ તો, આગામી દિવસોમાં જ રેલવે મંત્રી પોતે આ અંગે જાહેરાત કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, રાજધાની, શતાબ્દી, દુરંતો જેની પ્રીમિયમ ટ્રેનોમાં પૂર્વ રેલમંત્રી સુરેશ પ્રભુના કાર્યકાળ દરમિયાન ફ્લેક્સી સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી. આ સિસ્ટમ અંતર્ગત એક નક્કી સમય મયર્દિામાં સીટ બુક થયા બાદ ભાડામાં ૧૦ ટકા વધારો થાય છે જે મહત્તમ ૫૦ ટકા સુધી શક્્ય છે.
ફ્લેક્સી સિસ્ટમ લાગુ થયા બાદ રેલવેને આ ટ્રેનોમાંથી મળતી આવકમાં ૬૦૦-૭૦૦ કરોડ રૂપિયાનો વાર્ષિક ફાયદો થાય છે. રેલવેની સમસ્યા છે કે જા ફ્લેક્સી ફેરને સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવે તો રેલવેની આ વધારાની આવક પણ બંધ થઈ જશે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY