ન્યુ દિલ્હી,તા.૧૪
ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક એસ નંબી નારાયણ ને વળતર સ્વરુપે ૫૦ લાખ રુપિયા આપવાનો આદેશ સુપ્રીમ કોર્ટે આપ્યો છે. ૨૪ વર્ષ પહેલા નારાયણન પર જાસૂસીનો આરોપ લાગ્યો હતો.
સુપ્રીમ કોર્ટે આ મામલામાં કેરાલાના પોલીસ અધિકારીઓની ભૂમિકાની તપાસ કરવા માટે એક કમિટી બનાવવાનો પણ આદેશ આપ્યો છે. નારાયણન ૧૯૯૪થી કાયદાકીય લડાઈ લડી રહ્યા હતા. તેમનો આરોપ હતો કે મને જાસૂસીના કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે.
૧૯૯૪માં નારાયણન અને અન્ય એક વૈજ્ઞાનિક ડી શશિકુમારનને જાસૂસીના આરોપમાં પકડવામાં આવ્યા હતા. તેમના પર પોલીસનો આક્ષેપ હતો કે નારાયણન અને શશિ કુમારે કેટલાક ગુપ્ત દસ્તાવેજા પાકિસ્તાનને આપી દીધા હતા. જેમાં ક્રાયોજેનિક એન્જિનનો પણ ઉલ્લેખ હતો.
આરોપ લાગ્યા બાદ આ મામલાની તપાસ સીબીઆઈને સોંપાઈ હતી. સીબીઆઈએ વૈજ્ઞાનિકોને ક્લીન ચીટ આપી હતી. જાકે એ પછી પણ ૧૯૯૬માં રાજ્ય સરકારે ફરી તપાસના આદેશ આપ્યા હતા.
જાકે નારાયણને માનવ અધિકાર આયોગ પાસે પહોંચ્યા હતા.જ્યાં આયોગે તેમને ૧૦ લાખનુ વળતર ચુકવવાનો આદેશ આપ્યો હતો. જાકે નારાયણન તેનાથી પણ સંતુષ્ટ નહોતા થયા. ૨૦૧૫માં તેમણે કેરાલાના તાત્લાકીન પોલીસ અધિકારીઓની સામે કાર્યવાહીની માંગ સાથે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




