વડોદરા,તા.૭
વડોદરા નજીક આવેલા વાઘોડિયા પાસે આવેલા ગોરજ ગામમાંથી બુધવારે મોડી રાત્રે ૬ ફૂટનો મગર રેસ્ક્યૂ કરવામા આવ્યો હતો અને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો.
લાઇફ વિથ વાઇલ્ડ લાઇફ અને પ્રાણિન ફાઉન્ડેશનની ટીમને રાત્રે ૧૨ઃ૩૦ વાગે કોલ મળ્યો હતો કે, વાઘોડિયા નજીક ગોરજ ગામમાં મહાકાય મગર ઘૂસી આવ્યો છે. જેની જાણ થતાં બંને ફાઉન્ડેશનની ટીમો સ્થળ પર દોડી ગઇ હતી અને ભારે જહેમત બાદ ૬ ફૂટના મગરને રેસ્ક્યૂ કર્યો હતો. અને સહી સલામત રીતે વન વિભાગને સોંપ્યો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




