ન્યુ દિલ્હી,તા.૩૦
સત્તાવાર આંકડા અનુસાર નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ માટે ગયા સપ્તાહ સુધી ભરવામાં આવેલા ઇન્કમટેકસ રિટર્નની સંખ્યા બમણી થઇને ત્રણ કરોડને આંબી ગઇ છે. ગઇ સાલ સમાન સમયગાળામાં એટલે કે ર૬ જુલાઇ ર૦૧૭ સુધી ૧.૭૦ કરોડ રિટર્ન ફાઇલ કરવામાં આવ્યાં હતાં અને આમ આ વર્ષે આજ સમયગાળા સુધી ફાઇલ કરવામાં આવેલા રિટર્નની સંખ્યા ૮ર ટકા વધુ છે.
આ સંદર્ભમાં ટેકસ રિફંડની પ્રક્રિયા પણ જારશોરથી ચાલી રહી છે. કરદાતાઓ અને ઇન્કમટેકસ સલાહકારોનાં દબાણ હેઠળ સરકારને ઇન્કમટેકસ રિટર્ન ફાઇલ કરવાની સમય મર્યાદા પણ લંબાવવી પડી છે.
હવે ૩૧ ઓગસ્ટ ર૦૧૮ સુધી ઇન્કમટેકસ રિટર્ન ફાઇલ કરી શકાશે. અહેવાલો અનુસાર ઇન્કમટેકસ રિટર્ન અને રિફંડના આંકડાઓના વિશ્લેષણ દ્વારા જાણવા મળ્યું છે કે ગઇ સાલ આ સમયગાળાની તુલનાએ અત્યાર સુધી રિફંડના ૮૧ ટકા કલેમનો નિકાલ થઇ ચૂકયો છે અને ઇન્કમટેકસ રિફંડની સંખ્યા રૂ.૬પ લાખ સુધી પહોંચી ગઇ હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે ગુરુવાર સુધી રિફંડ માટે રૂ.૭૭,૭૦૦ કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. જે ગઇ સાલના રૂ.પ૭,પપ૧ કરોડથી ૩પ ટકા વધુ છે. રિટર્ન પ્રોસેસિંગની નવી સિસ્ટમથી સરકાર અને કરદાતાઓના કલેમ્સનો સત્વરે નિકાલ થઇ શકે છે. કોઇનું પણ રિફંડ અટકાવવું નહીં એવો સરકારનો અભિગમ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઇલેકટ્રોનિકલી ફાઇલ્ડ થયેલા ૬૦ ટકા રિટર્નનું પ્રોસેસિંગ થઇ ચૂકયું છે. સરકાર વ્યકિતગત કરદાતાઓ દ્વારા રિટર્ન ફાઇલિંગ વધારવા માગે છે અને તેની યોજના આ વર્ષે ૧.રપ કરોડ નવા રિટર્ન ફાઇલિંગ કરાવવાની છે. ગઇ સાલ એક કરોડ લોકોએ પહેલી વાર આઇટી રિટર્ન ફાઇલ કર્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




