ગયા વર્ષે આંકડો ૧.૭ કરોડ હતો,રિફન્ડના ૮૧ ટકા ક્લેઈમ ક્લિયર
ન્યુ દિલ્હી,તા.૩૧
કરદાતાઓ અને કન્સલટન્ટના દબાણને વશ થઇને સરકારને ઇન્કમ ટેક્ષ રિટર્ન (આઇટીઆર) ફાઇલ કરવાની સમય સીમા વધારવી પડી છે તો બીજી તરફ આંકડા જણાવે છે કે નાણાકીય વર્ષ ર૦૧૭-૧૮ માટે ગયા સપ્તાહ સુધીમાં ભરવામાં આવેલા રિર્ટર્ન્સની સંખ્યા બમણી થઇને ૩ કરોડ જેટલી થઇ ગઇ છે. આ ક્રમમાં ટેક્ષ રિફન્ડની પ્રક્રિયા પણ જોરશોરથી ચાલુ છે. એક વિષલેષણ મુજબ ગત વર્ષના આ ગાળાના મુકાબલે અત્યાર સુધી રિફન્ડના ૮૧ ટકાથી વધુ કલેમ નિપટાવવામાં આવ્યા છે અને તેની સંખ્યા પણ ૬પ લાખ સુધી પહોંચી ગઇ છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ગુરૂવાર સુધીમાં રિફન્ડ માટે ૭૭૭૦૦ કરોડ રૂપિયાની રકમ મંજૂર કરવામાં આવી હતી જે ગયા વર્ષે પ૭પપ૧ કરોડ રૂપિયાથી ૩પ ટકા વધુ છે. રીટર્ન પ્રોસેસીંગની નવી પ્રણાલીથી સરકાર અને કરદાતાને મામલાને ત્વરિત નિપટવામાં મદદ મળે છે. સરકારએ પણ સુનિશ્ચીત કરી રહી છે કે, રિફન્ડને રોકવામાં ન આવે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ઇલેકટ્રોનિક ફાઇલ્ડ લગભગ ૬૦ ટકા રિટર્નનું પ્રોસેસીંગ થઇ ગયું છે. સરકાર વ્યકિતગત કરદાતાઓના રિટર્ન ફાઇલીંગને વધારવા માંગે છે. અને એવી યોજના છે કે, આ વર્ષે ૧.રપ કરોડ નવા રિટર્ન ફાઇલ થવા જોઇએ. ગયા વર્ષે ૧ કરોડ લોકોએ પહેલીવાર આઇટીઆર ફાઇલ કર્યુ હતું.
અધિકારીઓનું માનવું છે કે આ વખતે લેઇટ ફાઇલીંગ પર દંડની જોગવાઇ છે તેથી લોકોમાં નિયત સમયમાં રિટર્ન ફાઇલ કરવાની હોડ મચી છે. ગુરૂવારે સુધીમાં ૩.૦૪ કરોડ ઇ રિટર્ન ફાઇલ થયા હતાં જે ગત સીઝનમાં ર૬ જુલાઇ ર૦૧૭ સુધી તા. ૧.૭ કરોડ ફાઇલ થયેલા રિટર્નથી ૮ર ટકા વધુ છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




