આગ્રા,તા.૩૧
આગ્રાના મેયર નવીન જૈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન રામ અને કૃષ્ણના ‘અવતાર’ સાથે સરખાવ્યા. જાહેર જનતાની એક સભામાં જૈને કહ્યું કે, મોદી હંમેશાં દલિતો અને પછાત વર્ગના ઉત્થાન માટે પ્રયત્નશીલ રહ્યાં છે અને તેથી તેઓ રામ અને કૃષ્ણના અવતાર જેવાં છે. રામ અને કૃષ્ણએ આ ધરતી પર દલિતો અને પછાત વર્ગના લોકોને સમાજમાં તેમનું યોગ્ય સ્થાન અપાવવા માટે અવતાર લીધો હતો. ઉલ્લેખનીય છે કે, દલિત અનામતનો મુદ્દો અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)માં લઇ જવા માટે સાંસદ રામશંકર કથેરિયાના સન્માનમાં આગ્રાના સૂરસદન ઓડિટોરિયમમાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૈને આ નિવેદન કર્યું હતું.
જેવું આગ્રાના મેયરે આ નિવેદન કર્યું કે ઓડિટોરિયમમાં બેઠેલા બીજેપી સપોર્ટર્સ તેમની સીટ્સ પરથી ઊભાં થઇ ગયાં અને જૈનના આ નિવેદનનો ઉગ્ર વિરોધ કર્યો. તેમણે કહ્યું કે આ એક બકવાસ નિવેદન છે અને આ માટે જૈને માફી માંગવી જાઇએ.
સાંસદ રામશંકર કથેરિયાએ આ મુદ્દે કોઇપણ કમેન્ટ કરવાનો ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું કે મેયર તો માત્ર પોતાની વ્યક્તિગત લાગણીઓ વ્યક્ત કરી રહ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"


