ન્યુ દિલ્હી,તા.૨
યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઇ) દ્વારા મંથલી ઓનલાઇન ટ્રાન્ઝેક્શનમાં સપ્ટેમ્બર મહિનામાં માસિક સરખામણીએ ૩૦ ટકાનો વધારો નોંધાયો છે. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના આંકડા મુજબ સપ્ટેમ્બર મહિનામાં રૂ.૫૮,૮૩૫ કરોડની વેલ્યૂના ૪૦.૫૮ કરોડ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન્સ થયા છે.
ઓનલાઇન ટ્રાન્ઝેક્શનની વેલ્યૂમાં માસિક ધોરણે ૩૦ ટકાની વૃદ્ધિ થઇ છે. જ્યારે ગત ઓગસ્ટ મહિનામાં રૂ.૫૪,૨૧૨ કરોડની મૂલ્યના કુલ ૩૧.૨૦ કરોડ યુપીઆઇ ટ્રાન્ઝેક્શન્સ થયા હતા. સરકાર દ્વારા સમર્પિત ભીમ યુપીઆઇ મારફતે સપ્ટેમ્બરમાં રૂ.૭૦૬૪.૮૬ કરોડના મૂલ્યના કુલ ૧.૬૩ કરોડ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન થયા હતા. જ્યારે તેની અગાઉના ઓગસ્ટ મહિનામાં રૂ.૬૮૭૨.૫૭ કરોડની વેલ્યૂના ૧.૬૫ કરોડ ટ્રાન્ઝેક્શન્સ નોંધાયા હતા. એનપીસીઆઇના આંકડાઓ અનુસાર યુપીઆઇમાં હવે ૧૨૦થી વધારે બેન્ક જાડાઇ ગઇ છે. એનપીસીઆઇ શરૂ યુપીઆઇ લાભાર્થીને બેન્ક ખાતાની માહિતી આપ્યા વગર બે બેન્કો એકાઉન્ટર વચ્ચે ફંડ ટ્રાન્સફર કરવાની સરળ સુવિધા આપે છે.
ઓગસ્ટના અંત સુધી ૩.૧૬ કરોડથી વધારે ભીમ એપ એન્ડ્રોઇડ અને લગભગ ૧૬.૩ લાખ આઇઓએસ પ્લેટફોર્મ ઉપર ડાઉનલોડ કરવામાં આવ્યું છે. એક નિવેદનમાં અલીબાબા અને સોફ્ટબેન્ક સમર્થિત પેટીએમ એ દાવો કર્યો છે કે, સપ્ટેમ્બરમાં તેણે ૧૩.૭ કરોડથી વધારે યુપીઆઇ ટ્રાન્ઝેક્શન નોંધાવ્યા છે. પેટીએમના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ દીપક એબોટે કહ્યુ કે, આપણો દેશ દરરોજનના નાણાંકીય વ્યવહારો માટે ડિજિટલ પેમેન્ટને અપનાવી રહ્યુ છે. પેટીએમ દ્વારા ગ્રાહકો મોબાઇલ રિચાર્જ, ઇલેÂક્ટ્રસિટી બીલ પેમેન્ટ જેવી વિવિધ સર્વિસ માટેના બીલનું પેમેન્ટ કરી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



