જન્મદિવસે રૂપાણી આજે વિવિધ કાર્યક્રમોમાં જોડાશે

0
262

અમદાવાદ,તા.૧
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના આવતીકાલના જન્મદિવસને લઇને તેમના સમર્થકો તૈયારી કરી રહ્યા છે. રૂપાણી પોતાના જન્મદિવસે જુદા જુદા કાર્યક્રમોમાં હાજરી આપશે. કર્ણાવતી મહાનગરના શહેર અધ્યક્ષ જગદીશ પંચાલે એક અખબારીયાદીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં સુજલામ સુફલામ જળસંચય અભિયાન, શ્રમજીવીઓ માટે અન્નપૂર્ણા યોજના થખી પોષણયુક્ત આહાર, વિદ્યાર્થીઓને કોલેજમાં જ એપ્રેન્ટિશીપ રૂપે રોજગારી જેવી અનેકવિધ જનહિતકારી યોજનાઓના પ્રણેતા તેમજ પારદર્શક વહીવટથી લોક Ìદયમાં પ્રસ્થાપિત થયેલા ગુજરાતના સÌદયથી મુખ્યમંત્રી વિજય રૂપાણીના આવતીકાલે તારીખ ૨.૮.૧૮ને ગુરુવારે ૬૨મા જન્મદિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી કર્ણાવતી મહાનગર દ્વારા શહેરની વિવિધ હોસ્પિટલમાં દર્દીઓને ફ્રુટ વિતરણ કરવામાં આવશે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY