સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન આ ફિલ્મથી ડેબ્યુ કરશે
મુંબઈ,તા.૧૭
ખમતીધર ફિલ્મ નિર્માતા સાજિદ નડિયાદવાલાએે મોખરાના ફિલ્મ સર્જક મિલન લુથરિયાને પોતાની આગામી ફિલ્મ માટે ડાયરેક્ટર તરીકે પસંદ કર્યા હોવાની ઔપચારિક જાહેરાત કરી હતી.
આ ફિલ્મથી સિનિયર ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન ડેબ્યુ કરી રહ્યો છે. આ ફિલ્મ તેલુગુ ભાષાની હિટ નીવડેલી ફિલ્મ આરએક્સ ૧૦૦ની હિન્દી રિમેક હશે એવી માહિતી પણ મિડિયાને આપવામાં આવી હતી.
આ સમાચારને સમર્થન આપતાં મિલને સોશ્યલ મિડિયા પર લખ્યું કે આરએક્સ ૧૦૦ જેવી કલ્ટ ફિલ્મની હિન્દી રિમેકનું સુકાન મને સોંપવામાં આવ્યું તેથી હું ઉત્તેજના અનુભવી રહ્યો છું. ડાયરેક્ટરને પરફેક્ટ સપોર્ટ કરે એવા નિર્માતા સાજિદ માટે આ ફિલ્મ બનાવવાની છે અને આગવો કરિશ્મા ધરાવતો અહાન આ ફિલ્મથી ડેબ્યુ કરી રહ્યો છે એટલે મારા કામ કરવાના ઉત્સાહમાં પણ જબરો વધારો થયો છે એમ કહું તો ચાલે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



