મુંબઈ,તા.૧૪
સિમ્બાના આગામી ચરણના શૂટિંગ માટે રણવીર સિંહ અને સારા અલી ખાન દિગ્દર્શક રોહિત શેટ્ટી સાથે સ્વિત્ઝરલેન્ડ જવા માટે રવાના થયા હતા. ત્યાં સારા અને રોહિતે કામની સાથે દુનિયાભરની મસ્તી પણ કરી હતી. સારા હાલમાં ખૂબ જ વ્યસ્ત રહે છે.
આ ફિલ્મ ઉપરાંત તે ડાન્સ અને યોગા ક્લાસ પણ જાય છે. તેના આ બિઝી શેડ્યુલમાં થોડો સમય કાઢીને તેણે કરણ જાહરના કોફી શાનું શૂટિંગ કર્યું હતું અને સિમ્બાના શૂટિંગ માટે સ્વિત્ઝરલેન્ડ રવાના થઇ હતી. તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર રોહિત સાથેનો એક ફોટો પોસ્ટ કર્યો હતો અને તે આ પળને ખૂબ જ માણી રહી છે એેવું તેણે લખ્યું હતું.
‘સિમ્બા’ ફિલ્મ ઍક્શન, ડ્રામા, મનોરંજન અને રોમાન્સથી ભરપૂર તેલુગુ ફિલ્મ ‘ટૅમ્પર’ની રિમેક છે. આ ફિલ્મ ૨૮મી ડિસેમ્બરના દિવસે રિલીઝ થશે અને આ ફિલ્મ સાથે શાહરુખ ખાનની ‘ઝીરો’ પણ રિલીઝ થશે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"







