બીમારીના આધાર પર ક્લેમ રદ ના કરી શકે વીમા કંપની

0
19

ચંડીગઢ,તા.૧૪
પહેલાથી રહેલી કોઇ પણ બીમારી માટે જાણકારી છુપાવવી, જેના કારણથી પોલિસી ધારકનું મોત થયું નથી અથવા મોતના કારણથી એની કોઇ લેણદેણ હોય, દાવેદારને દાવો મેળવવાથી કોઇ રોકી શકશે નહીં, જા કે એના કારણથી બીમાર વ્યકિતના દાવાની રકમ ઓછી આવી શકે છે. આ નિર્ણય રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિપટાન આયોગે એક મામલાની સુનાવણી દરમિયાન કર્યો છે.
મામલામાં એનસીડીઆરસીએ પંજાબ રાજ્ય આયોગના આદેશને ફગાવી દેતા ભારતીય જીવન વીમા નિગમની ચંડીગઢ શાખાનો પોલિસી ધારકના પરિવારને પાંચ લાખ રૂપિયાની ચુકવણી કરવાનો આદેશ આપ્યો છે. નિર્ણયમાં આયોગે સ્પષ્ટ રૂપથી કહ્યુ છે કે જીવનશૈલીની સામાન્ય બીમારીઓના આધાર પર વીમાનો દાવો ફગાવી શકે નહીં.
પંજાબમાં રહેતી નીલમ ચોપડાના પતિએ ૨૦૦૩માં એલઆઇસીની એક પોલિસી ખરીદી હતી. એમને ફોર્મ ભરતી વખતે એમની બીમારી ડાયાબિટીસનો ઉલ્લેખ કર્યો નહતો. ૨૦૦૪મમાં હાર્ટ એટેકથી એમનું મૃત્યુ થયું હતું. પતિના નિધન બાદ નીલમે પોલિસી માટે દાવો કર્યો તો એલઆઇસીએ બીમારી માટે છુપાવવાના આદાર પર દાવો ફગાવી દીધો. જા કે સુનાવણીમાં આ સ્પષ્ટ થયું કે એમના પતિનું મોત જે બિમારીથી થયું હતું, આ વીમો કરાવતી વખતે નહતી, એટલા માટે એમનો દાવો એલઆઇસી ફગાવી શકે નહીં.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY