કોઇ સમય બધી સીટો પર પ્રભુત્વ હતુ.

0
77

ગૌરખપુર -બસ્તી મંડળની નવ લોકસભા સીટ પર પ્રભુત્વ પણ કોંગ્રેસ માટે હવે મુશ્કેલ છે. આ નવની નવ સીટો પણ કોંગ્રેસ પાર્ટી હાંસલ કરવાની વાત તો દુર રહી કેટલીક સીટો પર તો સન્માન જાળવવા માટેની પણ તેની સામે સમસ્યા છે.

વર્ષ ૧૯૫૧માં ગૌરખપુર-બસ્તી મંડળની દસ સીટો પૈકી નવ સીટ પર કોંગ્રેસ પાર્ટીએ જીત હાંસલ કરીને પોતાની તાકાતનો પરિચય આપ્યો હતો. માત્ર દેવરિયા પૂર્વીય લોકસભા સીટ પર તેની હાર થઇ હતી. પ્રથમ ચૂંટણીમાં સ્થતી એ હતી કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોએ કુલ પડેલા મત પૈકી ૫૦ ટકાથી ૭૫ ટકા મત મેળવી લીધા હતા. વર્ષ ૧૯૫૭માં બીજી લોકસભા ચૂંટણી યોજાઇ હતી જેમાં નવેસરથી સિમાંકનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ વખતે કુલ નવ લોકસભા સીટ પૈકી કોંગ્રેસ પાર્ટીએ છ સીટો પર જીત મેળવી હતી. બે સીટો પર અપક્ષ ઉમેદવારોની જીત થઇ હતી. જા કે આ વખતે પણ મતદારો કોંગ્રેસ તરફી મુડમાં જ દેખાયા હતા. વર્ષ ૧૯૬૨માં ત્રીજી વખત લોકસભાની ચૂંટણી થઇ હતી ત્યારે કોંગ્રેસે ફરી એકવાર એકતરફી જીત મેળવી હતી.

ગૌરખપુર-બસ્તી મંડળની તમામ નવ સીટ પર કોંગ્રેસના ઉમેદવારો જીતી ગયા હતા. મતની ટકાવારી પણ અકબંધ રહી હતી. સમાજવાદીઓને આ વખતે મોટો ફટકો પડ્યો હતો. વર્ષ ૧૯૬૭માં ચોથી વખત લોકસભાની ચૂંટણી યોજાઇ ત્યારે કોંગ્રેસની સ્થતી કેટલાક અંશે નબળી પડી હતી. નવ સીટો પૈકી કોંગ્રેસને આ વખતે ઓચી સીટો મળી. વિપક્ષે કોંગ્રેસ પાસેથી ત્રણ સીટો આંચકી લીધી હતી. ભારતીય જનસંઘે ડુમરિયાગંજ અને ખલીલાબાદ સીટ પ્રથમ વખત જીતી લીધી હતી. બાસગાવ સીટ પર સોશિયાલિસ્ટનો કબજા રહ્યો હતો. જા કે છ સીટ પર કોંગ્રેસે એકતરફી જીત મેળવી હતી. વર્ષ ૧૯૭૧માં યોજાયેલી પાંચમી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે શાનદાર દેખાવ કર્યો હતો. નવ સીટો પૈકી આઠ સીટો પર કબજા જમાવી લીધો હતો. માત્ર મહારાજગંજ સીટ તેના હાથમાંથી નિકળી ગઇ હતી. અહીં અપક્ષની જીત થઇ હતી. વર્ષ ૧૯૭૭માં ઇમરજન્સી બાદ ચૂંટણી યોજાઇ હતી. કોંગ્રેસ પ્રત્યે લોકોની નારાજગી સ્પષ્ટ પણે દેખાઇ હતી.

ગૌરખપુર-બસ્તી મંડળની સીટો પર કોંગ્રેસનો સફાયો થયો હતો. કોંગ્રેસને લોકોએ એકદમ નકારી દીધી હતી. નવ પૈકી તમામ પર ભારતીય લોકદળના ઉમેદવારોની જીત થઇ હતી. ૧૯૮૦માં ફરી ઇમરજન્સી લગાવનાર ઇÂન્દરાગાંધીને લોકોએ માફ કરી દીધા હતા. જનતા પાર્ટી વિખેરાઇ ગઇ હતી. ચૂંટણીમાં કોંગ્રેસે ફરી ગૌરખપુર-બસ્તીની નવ પૈકીની નવ સીટો પર જીત મેળવી હતી. ૧૯૮૪માં લોકસભાની ચૂંટણીમાં પણ વિપક્ષના કોઇ દાવ ચાલ્યા ન હતા. તમામ નવ સીટો પર કોંગ્રેસની જીત થઇ હતી. વર્ષ ૧૯૮૯માં કોંગ્રેસને ફટકો પડવાની શરૂઆત થઇ ગઇ હતી. કોંગ્રેસમાંથી બળવો કરીને રાજા માંડા વિશ્વનાથ પ્રતાપ સિંહે મેદાનમાં આવવાની જાહેરાત કરી હતી. બોફોર્સ તોપને લઇને તેઓ કોંગ્રેસની નૌકાને ડુબાડવા લાગી ગયા હતા.

વીપીના નેતૃત્વમાં જનતા દળની રચતના થઇ હતી. વીપીના નેશનલ ફ્રન્ટમાં સમાજવાદી, ડાબેરી અને ભાજપના કેટલાક લોકો હતા. કુલ નવ સીટો પૈકી સાત પર જનતા દળના ઉમેદવારની જીત થઇ હતી. ૧૯૯૧માં ફરી એકવાર ચૂંટણી કરવી પડી હતી. બે વર્ષમાં વીપીની ચમકને રામમંદિરના મુદ્દાએ ઓછી કરી દીધી હતી. સમગ્ર દેશમાં અડવાણીએ રામમંદિર ચળવળ શરૂ કરી હતી. જેના લીધે પૂર્વાંચલમાં ભાજપની એકતરફી જીત તઇ હતી. ભાજપે ગૌરખપુર-બસ્તી મંડળની નવ પૈકી સાત સીટો જીતી લીધી હતી. જનતા દળને માત્ર બે સીટો મળી હતી. ૧૯૯૬માં લોકસભા ચૂંટણીમાં ગૌરખપુર-બસ્તીમાં કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયા હતા. સ્થતી એ રહી કે કોંગ્રેસના ઉમેદવારો ચોથા અને પાંચમા સ્થાને ફેંકાઇ ગયા હતા. ૧૯૯૯માં ૧૩મી લોકસભા ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસે સમજીને ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા જા કે તેના કોઇ ઉમેદવારોની જીત થઇ ન હતી. વર્ષ ૨૦૦૪માં કોંગ્રેસને એક સીટ મળી હતી.

વર્ષ ૨૦૦૯માં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સ્થતી દશકમાં સૌથી સારી રહી હતી. આ વખતે નવ પૈકી ત્રણ સીટો મળી હતી. વર્ષ ૨૦૧૪માં મોદી લહેર વચ્ચે કોંગ્રેસનો સફાયો થઇ ગયો હતો. કોંગ્રેસ પાર્ટી હવે ફરી એકવાર સ્થતી સુધારી દેવાના પ્રયાસમાં છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY