દેશમાં કોઇ પણ પાર્ટીને કેન્દ્રમાં સત્તા પર આવવા માટે ઉત્તરપ્રદેશમાં સૌથી મોટી ભૂમિકા અદા કરવી પડે છે અથવા તો ઉત્તરપ્રદેશમાં સૌથી મોટી જીત મેળવી લેનાર પાર્ટીને જ કેન્દ્રમાં સત્તા મળે છે.
છેલ્લી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે ઉત્તરપ્રદેશમાં ભાજપે જારદાર સપાટો બોલાવ્યો હતો અને લગભગ તમામ સીટો જીતી લીધી હતી. સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ અને બસપા જેવી મોટી પાર્ટીના સુપડા સાફ થઇ ગયા હતા. સૌથી ખરાબ હાલત ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની રહી છે. કોઇ સમય ખુબ મજબુત સ્થતી ધરાવતી કોંગ્રેસ પાર્ટીની હાલત ૯૦ના દશકમાં ખરાબ થવાની શરૂઆત થઇ હતી અને આ સ્થતી હજુ પણ અકબંધ રહી છે. કોંગ્રેસ પાર્ટી એકલા હાથે ચૂંટણી લડે કે પછી મહાગઠબંધનમાં રહીને ચૂંટણી લડે તે બાબત તેના માટે ખુબ જ દુવિધાજનક છે. કારણ કે સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટી એકદમ બાંધછોડ કરીને કોંગ્રેસ પાર્ટીને કોઇ વધારે સીટ આપનાર નથી. છેલ્લી ચૂંટણીમાં તેનો દેખાવ પણ ખુબ નબળો રહ્યો હતો.
મિશન ૨૦૧૯ની તૈયારી ચરમસીમા પર છે. ભાજપ પોતાના દાવ રમવામાં વ્યસ્ત છે. બીજી બાજુ બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટી પોતાની પ્રતિષ્ઠા ફરી હાંસલ કરવા માટે તમામ દા લગાવી રહી છે. બંને પાર્ટી એકબીજાની દુશ્મન પાર્ટી હોવા છતાં ભાજપના વિજયી રથને રોકવા માટે બંને સાથે જવા માટે તૈયાર છે. આના માટેના સંકેતો પણ આવી દીધા છે. આ તમામની વચ્ચે કોંગ્રેસ પાર્ટી પણ છે. જે ઉત્તરપ્રદેશમાં પોતાના અસ્તત્વને લઇને પરેશાન છે.કોંગ્રેસ પાર્ટી પોતાની સારી સ્થતીની આશામાં મંથનમાં લાગેલી છે. તે એકલા હાથે મેદાનમાં ઉતરે કે પછી મહાગઠબંધન કરીને મેદાનમાં ઉતરે તે તેના માટે ઉપયોગી બાબત છે. મહાગઠબંધનમાં સામેલ થઇને કેટલીક સીટો જીતવાની ગણતરી પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. ગૌરખપુર-બસ્તી મંડળની નવ સીટો પર કોંગ્રેસની સ્થતી સ્વતંત્રતા બાદથી જ ખુબ મજબુત રહી છે.
દલિતો અને મુસ્લમ સમુદાયના લોકો અહીં કોંગ્રેસને જીત અપાવે છે. પરંતુ સોશિયાલિસ્ટ આંદોલનમ, બસપાની સ્થતી એકાએક મજબુત થઇ ગઇ છે. જેના લીધે કોંગ્રેસની વોટબેંક હાથમાંથી નિકળી ગઇ છે. સ્થતી આજે એ થઇ ગઇ છે કે કોંગ્રેસ ક્યારેય નવની નવ સીટો પણ મજબુતી સાથે લડતી હતી પરંતુ આજે તેને સંઘર્ષ કરવાની ફરજ પડી રહી છે. પહેલા અહીં તેના નવના નવ ઉમેદવારો જીતી જતા હતા. હવે એક એક સીટ માટે તરસવાની ફરજ પડી રહી છે. કેટલાક કેસોમાં તો સન્માનજનક વોટ પણ મળી રહ્યા નથી. જામીન બચાવવા માટેના પ્રયાસ કરવા પડી રહ્યા છે. ફરી એકવાર લોકસભા ચૂંટણી માટેના ભણકારા વાગી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી આ વખતે રાહુલ ગાંધીના નેતૃત્વમાં મેદાનમાં ઉતરી રહી છે. રાહુલ ચોક્કસપણે આક્રમક ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. રાહુલે પહેલા ગુજરાતમાં અને ત્યારબાદ કર્ણાટકમાં આક્રમક પ્રચાર કરીને પાર્ટીની પ્રતિષ્ઠાને કેટલાક અંશે બચાવી હતી. હાલમાં તેઓ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તિસગઢમાં પ્રચારના ભાગરૂપે મેદાનમાં છે. રાહુલ છેલ્લા કેટલાક સમયથી સોફ્ટ હિન્દુત્વના મામલે મેદાનમાં ઉતરી રહ્યા છે.
કોંગ્રેસ પાર્ટીની છાપને સુધારી દેવાના પ્રયાસ પણ કરી રહ્યા છે. આવી સ્થતીમાં તેને ચોક્કસપણે ફાયદો થશે. જા કે ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીની સામે ચાર મોટી પાર્ટી રહેલી છે. જે મોટી આધારશીલા ધરાવે છે. જેમાં બસપા, સપા અને ભાજપ છે. આ પાર્ટી સામે ટક્કર લેવાની બાબત કોંગ્રેસ માટે હાલમાં શક્ય દેખાઇ રહી નથી. આગામી દિવસોમાં કોંગ્રેસને ઉત્તરપ્રદેશમાં વધારે તાકાત સાથે મેદાનમાં ઉતરવાની ફરજ પડશે. મતદારોની વચ્ચે જવાની પણ તેમને જરૂર છે. કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્તરપ્રદેશમાં ભારે નિરાશા છે. જેમાંથી બહાર નિકળવા માટે રાહુલને ખુબ મંહેનત કરવી પડશે. ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટીને નવેસરથી ધ્યાન આપવાની જરૂર છે. યુવા લોકોને વધારે જવાબદારી સોંપવાની જરૂર દેખાઇ રહી છે. રાહુલ ગાંધી માટે વ્યાપક ધ્યાન આપવાની જરૂર છે. કારણ કે કોંગ્રેસની પાર્ટીમાં લોકોને હવે વિશ્વાસ નથી.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




