મીના કુમારીની લાઇફ પર હવે ફિલ્મ બનાવવા તૈયારી

0
17

મુંબઇ,તા. ૯
બોલિવુડમાં ધીમે ધીમે લોકપ્રિય સ્ટાર તરીકે ઉભરી રહેલી સેક્સી સ્ટાર સની લિયોનને હવે મોટી ફિલ્મ મળી શકે છે. તેને હાલમાં મોટી ઓફર મળી હોવાના હેવાલ મળ્યા છે. આ ઓફર મળ્યા બાદ તેની કેરિયરમાં ટ‹નગ પોઇન્ટ આવી શકે છે. પ્રાપ્ત અહેવાલ મુજબ આ ઓફરને વિદ્યા બાલન જેવી અભિનેત્રી ફગાવી ચુકી છે. હકીકતમાં વિદ્યા બાલનને તુમ્હારી સુલુની સફળતા બાદ દિગ્ગજ અભિનેત્રી મીના કુમારીની બાયોપિક ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી. જા કે વિદ્યા બાલને આ રોલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. એમ કહેવામાં આવે છે કે વિદ્યા બાલન પહેલા આ રોલની ઓફર માધુરી દિક્ષિતને પણ કરવામાં આવી હતી.

વિદ્યા બાલન અને માધુરીએ રોલને કરવાનો ઇન્કાર કર્યો હતો. રિપોર્ટસ મુજબ હવે રાઇટર અને નિર્દેશક કરણ રાજદાને પટકથાને લઇને સની લિયોનની પાસે પહોંચ્યા હતા. એમ માનવામાં આવે છે કે ફિલ્મની પટકથા સની લિયોનને ખુબ પસંદ પડી છે. તે હવે મીના કુમારીના રોલમાં નજરે પડી શકે છે. હાલમાં સની લિયોનની રજૂ થયેલી ફિલ્મ તેરા ઇન્તજાર બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ હતી. ફિલ્મમાં તેની સાથે અરબાજે ખાને ભૂમિકા અદા કરી હતી. સની લિયોન હાલમાં સાઉથની ફિલ્મોમાં પણ કામ કરી રહી છે.
સની લિયોનની પાસે સતત સારી ફિલ્મો હાથમાં આવી રહી છે. તે કેટલાક મોટા પ્રોજેક્ટમાં કામ કરી ચુકી છે. શાહરૂખ ખાનની રઇસ ફિલ્મમાં તે આઇટમ સોંગ કરવામાં સફળત રહી હતી. સની લિયોન હાલમાં ટીવી શો સ્પ્લટવિલામાં કામ કરવા જઇ રહ્યા છે. તે હોસ્ટ તરીકે શોમાં કામ કરી રહી છે.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY