જેઇઇ અને નીટની તૈયારી કરી રહેલા દેશના લાખો વિદ્યાર્થીઓ માટે જાહેરાત રાહત આપનાર છે કે મેડિકલ અને એન્જનિયરિંગની પ્રવેશ પરીક્ષા હવે આગામી એટલે કે વર્ષ ૨૦૧૯ના સત્રથી વર્ષમાં બે વખત લેવામાં આવનાર છે. એન્જનિયરિંગ માટે ટેસ્ટ (જેઇઇ મેઇન) જાન્યુઆરીમાં અને એપ્રિલમાં યોજવામાં આવનાર છે. જ્યારે મેડિકલ માટે પ્રવેશ પરીક્ષા (નીટ) ફેબ્રુઆરી અને મે મહિનામાં યોજવામાં આવનાર છે. આ પરીક્ષાનુ સંચાલન નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા કરવામાં આવનાર છે. બન્ને પરીક્ષામાં મુશ્કેલીના સ્તરને એક સમાન જાળવી રાખવા માટેની જવાબદારી પણ તેની જ રહેનાર છે. આજે જ્યારે દેશમાં તમામ મોટી પરીક્ષાના પેપર લીક થવાની બાબત એક રાષ્ટ્રીય સમસ્યા તરીકે ઉભરી રહી છે ત્યારે એક જ સત્ર માટે કેટલાક દિવસ સુધી ચાલનાર બે પ્રવેશ પરીક્ષા આયોજિત કરવાની બાબત પડકારરૂપ ચોક્કસપણે રહેનાર છે. જા કે મેડિકલ અને એÂન્જનિયરિંગમાં પ્રવેશ મેળવવા માટે ઇચ્છુક વિદ્યાર્થીઓની દ્રષ્ટિથી જાવામાં આવે તો આ એક ખુબ મહત્વપૂર્ણ નિર્ણય છે. આના કારણે બે વર્ષની જારદાર તૈયારી છતાં એક દિવસ ખરાબ જવાની Âસ્થતીમાં જે દહેશત પ્રવર્તી રહી હતી તે વિદ્યાર્થીઓની તરત દુર થશે. પોતાની તૈયારી અનેમુડને ધ્યાનમાં લઇને હવે આવા વિદ્યાર્થીઓ એક અથવા તો બીજી વખત અથવા તો બંને વખત બેસી જવાનો નિર્ણય કરી શકે છે. ભલે દેશમાં એÂન્જનિયરિંગ અને મેડિકલની સીટ ન વધે , પરીક્ષાર્થીઓની કમી થવાના પણ કોઇ સંકેત દેખાઇ રહ્યા નથી. આના કારણે ઉમેદવારોને તેમના દેખાવમાં સુધારો કરવાની તક ચોક્કસપણે મળશે. આ નિર્ણયના કારણે કોચિંગ ક્લાસના રોલ પર કોઇ અસર થવાની શક્યતા ઓછી દેખાઇ રહી છે. પરંતુ કમજાર આર્થિક Âસ્થતી ધરાવતા વિદ્યાર્થીઓ જે યુવા કોચિંગ જાઇન કરી શકતા નથી તેઓ પણ જાન્યુઆરી અથવા તો ફેબ્રુઆરીના અનુભવના આધાર પર એપ્રિલ અને મેમાં યોજાનાર પરીક્ષામાં પોતાના દેખાવને સુધારી શકે છે. અલબત્ત વચ્ચેના ગાળામાં ઇન્ટરમિડિયટની પરીક્ષા પણ આપવી પડશે. જેનુ માળખુ બિલકુલ અલગ પ્રકારનુ છે. મેડિકલ અને એÂન્જનિયરિંગના વિદ્યાર્થીઓ માટે પણ આ નિર્ણય રાહત આપનાર છે. આના કારણે તેમને કેટલાક વધારે સારા વિદ્યાર્થીઓ પણ મળી શકે છે. એક વખતની પરીક્ષામાં કેટલીક શક્યતા એવી પણ હોય છે કે સરેરાશ કરતા વધારે કમજાર વિદ્યાર્થીઓ સંજાગના કારણે પ્રવેશ મેળવી જાય છે. આવી કોલેજ તરફથી ફરિયાદો પણ આવતી રહી છે કે કેટલાક વિદ્યાર્થીઓ પ્રવેશ તો મેળવી લે છે પરંતુ અભ્યાસના પડકારોનો સામનો કરી શકતા નથી. બે પરીક્ષાના કારણે એડમિશનને લઇને કટ ઓફ માર્ક ઉપર જઇ શકે છે. સ્વાભાવિક છે કે મેડિકલ અને સેકન્Âન્જનિયરિંગની કોલેજાને પહેલા કરતા વધારે સારા વિદ્યાર્થીઓ મળી શકશે. જેથી તેમની વધારે સારા એÂન્જનિયરો અને ડોક્ટર તૈયાર કરવાની જવાબદારી વધી જશે. કેન્દ્ર માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે હાલમાં જાહેરાત કરી હતી કે હવે નેશનલ ટેસ્ટીંગ એજન્સી (એનટીએ) દ્વારા એનઈઈટી, જેઈઈ અને નેટની પ્રવેશ પરીક્ષા લેવામાં આવશે. આ તમામ પરીક્ષા હજુ સુધી સીબીએસઈ દ્વારા લેવામાં આવતી હતી. હવે જેઈઈ મેન્સ અને નીટની પરીક્ષા વર્ષમાં બે વખત યોજવામાં આવશે. આ ઘોષણા નવા શૈક્ષણિક સત્રથી અમલી કરી દેવામાં આવશે. પત્રકાર પરિષદમાં વાત કરતા જાવડેકરે કહ્યું હતું કે નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (નેટ) ડિસેમ્બરમાં યોજાશે. જેઈઈ મેન્સની પરીક્ષા જાન્યુઆરી અને એપ્રિલમાં યોજાશે. એનઈઈટીનું આયોજન ફેબ્રુઆરી અને મે મહિમાં કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે વિદ્યાર્થી એનઈઈટી માટે બે વખત ઉપÂસ્થત થઈ શકે છે. સૌથી વધારે નંબર લાવનારને એડમિશન માટે પસંદ કરવામાં આવશે. જેઈઈ મેન્સ માટે પણ ઉમેદવારો બે વખત ઉપÂસ્થત થઈ શકશે. આ તમામ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત હોય છે અને વિદ્યાર્થીઓ ઘરે જ આની તૈયારી કરી શકે છે અથવા તો ઓથોરાઈઝ કોમ્પ્યુટર સેન્ટર પર આનો મફતમાં લાભ ઉઠાવી શકે છે. આવા સેન્ટરોની માહિતી ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. જાવડેકરે કહ્યું હતું કે અભ્યાસક્રમ, ક્વેશ્ચીયન ફોર્મેટ અને ભાષા, ફીમાં કોઈ ફેરફાર કરવામાં આવશે નહીં. દરેક પરીક્ષા ચારથી પાંચ દિવસમાં યોજવામાં આવશે. કોમ્પ્યુટર આધારીત થઈ ગયા બાદ પરીક્ષામાં કોપી કરવાની કોઈને પણ તક મળી શકશે નહીં. એસએસસી પણ કોમ્પ્યુટર આધારીત પરીક્ષા છે પરંતુ તેમાં છેતરપિંડી સાથે સંબંધિત કૌભાંડો સપાટી પર આવી રહ્યા છે તે અંગે પૂછવામાં આવતા પ્રકાશ
આભાર – નિહારીકા રવિયા જાવડેકરે કહ્યું હતું કે એનટીએ મોડ્યુલમાં સ્ક્રીન શેરીંગની સુવિધા રહેશે નહીં.૨૦૧૯થી દાવેદારો જાઈન્ટ એન્ટ્રેન્સ એક્ઝામિનેશન (મેઈન) અને નેશનલ ઈલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીટ) એક વર્ષમાં બે વખત આપી શકશે. જા કોઈ કેસમાં તેઓ તક ગુમાવશે અથવા તો માર્ક સાથે સંતુષ્ટ થશે નહીં તો એક વર્ષમાં બે વખત પરીક્ષા આપી શકશે. એનટીએ દ્વારા ડિસેમ્બરમાં યોજાનાર યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનની નેશનલ ઈલિજિબિલિટી ટેસ્ટ લેવામાં આવશે. આ તમામ ટેસ્ટ કોમ્પ્યુટર આધારિત રહેશે.
પરીક્ષા વ્યવસ્થામાં મોટા ફેરફારની જાહેરાત કરતા તેમણે કહ્યું હતું કે જેઈઈ (મેઈન), નીટ અને યુજીસી-નેટ ઉપરાંત એનટીએ ગ્રેજ્યુએટ ફાર્મસી એપ્ટીટ્યુડ ટેસ્ટ અને કોમન મેનેજમેન્ટ એડમિશન ટેસ્ટ (સીમેટ) પણ યોજશે. દેશની પરીક્ષા વ્યવસ્થાને મોટા સુધારાના ભાગરૂપે આ હિલચાલ એનટીએ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




