જ્યારથી પાકિસ્તાનમાં ઈમરાન ખાન વડા પ્રધાનપદે ચૂંટાયા છે ત્યારથી કોઈ ને કોઈ રીતે ભારતમાં અશાંતિનો માહોલ પેદા થાય તેવા કૃત્યો થતાં રહ્યા છે. ભારત-પાકિસ્તાનની સરહદો સળગી રહી છે. કાશ્મીરની પરિસ્થિતિ દિવસે ને દિવસે વધુ તંગ થતી જાય છે, એવામાં પાકિસ્તાન દ્વારા ભારતના શીખ યાત્રાળુઓ માટે પવિત્ર એવા કરતારપુર સાહિબ કોરિડોરનો માર્ગ ખુલ્લો કરવાની પાકિસ્તાનની યોજના પાછળનો હેતું સમજવો જરૂરી છે.
કરતારપુર સાહિબ કોરિડોરના પાકિસ્તાન તરફના માર્ગના શિલાન્યાસ સમયે ઈમરાને કરેલા ભાષણમાં જે રીતે કાશ્મીરના મુદ્દાને સંડોવવામાં આવ્યો છે તે ભારત માટે જાખમી છે. આ યોજનાના થોડા દિવસ પહેલાં જ પંજાબમાં ૧૮મી નવેમ્બરે અમૃતસરના નિરંકારી સંત સમાજના એક મેળાવડામાં અચાનક બામ્બ સ્ફોટ થાય છે. આ ઘટનાના તાર પાકિસ્તાની ત્રાસવાદી સંસ્થાની સાથે સાથે ખાલિસ્તાની ચળવળના કેટલાક શંકાસ્પદ જાડાયા હોય તેવી માહિતી બહાર આવે છે. બરાબર આ ટાંકણે જ પાકિસ્તાન દ્વારા કરતારપુર સાહિબ કોરિડોરના શિલાન્યાસ સમયે નવજાતસિંહ સિદ્ધુ પાકિસ્તાનમાં હાજરી પુરાવે છે.
આ સમારંભમાં ભારતના દુશ્મન એવા લશ્કરે તૈયબાના વડા હાફિઝ સઈદ સાથે અનેક વખત ખુલ્લા મંચ પર સાથે દેખાયેલા ખાલિસ્તાની આતંકવાદી ગોપાલ ચાવલા પણ નજરે ચઢે છે. આ બંને ઘટના વચ્ચે સામ્યતા હોય તેમ લાગી રહ્યું છે. કાશ્મીરમાં તમામ મોરચે નિષ્ફળ ગયેલું પાકિસ્તાન ભારતમાં આતંક મચાવવા માટે આ નવો દાવ રમી રહ્યો હોય તેવું બની શકે છે.
કાશ્મીરની સાથે સાથે પંજાબમાં ફરી પાછા ખાલિસ્તાન તરફીઓને એક કરી ભારત સામે બે મોરચે લડવાની તૈયારી પાકિસ્તાન કરતું હોય તો ભારતે ચેતવું જરૂરી છે. પંજાબમાં પાકિસ્તાન સરહદ નજીકના ગુરદાસપુર સ્થિત ડેરા બાબા નાનકથી લઈને પાકિસ્તાનના કરતારપુરમાં આવેલા ગુરદ્વારા દરબાર સાહિબ સુધીનો આ ચાર માર્ગનો રસ્તો માત્ર શીખ યાત્રાળુઓ જ નહીં ઉપયોગમાં લે. આ રસ્તેથી બીજું ઘણું બધું ભારતમાં ઘુસાડી શકાય તેમ છે. ખાલિસ્તાન તરફીઓ પણ આ કોરિડોરનો ઉપયોગ કરી શકે છે. આથી આ રસ્તો ખુલ્લો મુકાવાની સાથે ભારતની ચિંતા ઓર વધી શકે તેમ છે. ભારતના સલામતી દળોએ આ રસ્તા પર જડબેસલાક બંદોબસ્ત ગોઠવવો પડશે.
હાલમાં કાશ્મીરમાં ભારતીય સૈન્ય અને સુરક્ષાબળો દ્વારા જે રીતે ત્રાસવાદીઓ પર સકંજા કસવામાં આવ્યો છે તે જાતાં પાકિસ્તાન આ માર્ગનો ઉપયોગ કરવાનો વ્યૂહ અપનાવતું હોઈ શકે તેમ છે. પાકિસ્તાનની આવી મંચ્છા હોઈ શકે છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે પંજાબના જ એક પ્રધાન નવજાતસિંહ સિદ્ધુ આત્મશ્ર્લાઘામાં રાચતા હોય તેમ લાગી રહ્યું છે.
પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાનને શાંતિનો દૂત ગણાવીને સિદ્ધુએ બફાટ શરૂ કરી દીધો છે. વળી આ જ સિદ્ધુ ગોપાલ ચાવલા સાથે પણ આ સમારંભમાં દેખાયા છે. જાકે, કાંગ્રેસ પોતે સિદ્ધુના નિવેદનથી અંતર રાખી રહી છે અને સિદ્ધુ અંગત રીતે જ આ કાર્યક્રમમાં ગયા હતા તેમ જણાવી રહી છે.
સિદ્ધુ પાકિસ્તાનમાંથી પણ ચૂંટણી જીતી શકે તેમ છે એવું કહીને ઈમરાને સિદ્ધુ નામના ફુગ્ગામાં ઓર હવા ભરી છે. આથી ખુશ થઈને સિદ્ધુ ઈમરાન મસીહા હોય તેવાં નિવેદનો આપી રહ્યો છે. આવું કરવા કરતાં તો ખરેખર સિદ્ધુએ ભારતને બદલે પાકિસ્તાનથી જ ચૂંટણી લડવી જાઈએ, કેમ કે ધર્મ તે જાતિના આધારે દેશની સુરક્ષા સાથે રમત થઈ શકે નહીં અને સામે જ્યારે પાકિસ્તાન જેવો નફ્ફટ દેશ હોય ત્યારે તો બિલકુલ નહીં.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



