મ.પ્રદેશમાં તિરંગો ફરકાવ્યો અને નીકળ્યો સાપ….!!

0
21

બૈતૂલ,તા.૧૬
મધ્યપ્રદેશના બૈતૂલ નજીક હિવરખેડીની હાઇસ્કૂલમાં ધ્વજવંદન વખતે અજીબોગરીબ ઘટના જાવા મળી. જા કે વાત એમ છે કે ગામમાં ધ્વજવંદન બાદ અચાનક જ ધ્વજની ઉપરથી એક સાપ નીકળ્યો. ત્યારબાદ ગામમાં લોકો નાગરાજાના દર્શન કરવા માટે સ્કૂલ પરિસરમાં ઉમટી પડ્યા. સાપને ધ્વજ સાથે લપેટાયેલો જાઇ લોકો પોત-પોતાના કેમેરામાં કેદ કરવા લાગ્યા હતા.
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશમાં પંદર દિવસ વહેલાં શ્રાવણ મહિનો શરૂ થતો હોવાથી ત્યાં આજે સ્વતંત્રતા દિવસની સાથે નાગપંચમીનો પણ તહેવાર ધામધૂમથી ઉજવાઇ રહ્યો છે. તેના લીધે લોકોએ જેવો ધ્વજ સાથે સાપ લપેટાયેલો જાયો આ સમાચાર વાયુવેગે ફેલાતા ગામમાંથી ટોળેટોળા ઉમટી બધા નમન કરવા લાગ્યા હતા.
જા કે પહેલાં તો લોકો સાપને જાતા જ થોડાંક ગભરાયા, પરંતુ ફરી સ્થિતિ સામાન્ય થઇ ગઇ અને પછી અન્ય લોકો પણ સ્કૂલ પરિસર પહોંચી ગયો અને નાગદાદાના દર્શન કરવા લાગ્યા. સાપે પણ ત્યાં હાજર કોઇપણ વ્યક્તિને નુકસાન પહોંચાડ્યું નહોતું અને ત્યાંથી નીકળી ગયો.
આપને જણાવી દઇએ કે આવી ઘટના પહેલી વખત નથી બની. આવો જ એક કિસ્સો બિહારના મોતિહારી ગામમાં પણ બની ચૂકયો છે. પરંતુ એ સમયે લોકો સાપને જાઇને ખૂબ ભયભીત થઇ ગયા કે ધ્વજવંદન કરવાનું ભૂલી ગયા.

(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY