૬૦ વર્ષ પહેલા ચોરી કરાયેલી બુદ્ધની કાસ્ય મૂર્તિ લંડન પોલીસે ભારતને પરત કરી

0
10

લંડન,તા.૧૬
ભારતના સ્વતંત્રતા દિવસના સમારોહ દરમિયાન બુધવારે લંડન મેટ્રોપોલિટન પોલીસ તરફથી એક મહત્વપૂર્ણ ભેટ આપવામાં આવી છે. બિહારમાં નાલંદાના એક સંગ્રહાલયમાંથી લગભગ ૬૦ વર્ષ પહેલા ચોરી કરાયેલી બુદ્ઘની ૧૨મી સદીની એક કાંસ્ય મૂર્તિ લંડન પોલીસે ભારતને પરત કરી છે. ચાંદીની હાથ કારીગરીવાળી આ કાંસ્ય મૂર્તિ ૧૯૬૧માં નાલંદામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સંસ્થા (છજીં)ના એક સંગ્રહાલયમાંથી ચોરી કરાયેલી ૧૪ મૂર્તિઓમાંથી એક છે.
લંડનમાં હરાજી માટે સામે આવ્યા પહેલા તે વર્ષો સુધી ઘણા લોકો પાસે આવી ચૂકી હતી. મેટ્રોપોલિટન પોલીસ અનુસાર ડીલર અને માલિકે આ મૂર્તિ વિશે જણાવ્યું કે, આ તે જ મૂર્તિ છે તે ભારતમાંથી ચોરી કરવામાં આવી હતી. ત્યારે તેમણે પોલીસની કલા અને પુરાતત્વ ખાતા સાથે સહયોગ કર્યો અને તેને ભારતે પાછી આપવા માટે રાજી થઈ ગયા.
આ વર્ષે માર્ચમાં એક વેપાર મેળામાં એસોશિયેશન ફોર રિચર્સ ઈન્ટુ ક્રાઈમ અગેન્સ્ટની લિંડા અલ્બર્ટસન અને ઈÂન્ડયા પ્રાઈડ પ્રોજેક્ટના વિજય કુમારની નજર આ પ્રતિમા પર પડી. તેમણે તેની સૂચના પોલીસને આપી.
સ્કોટલેન્ડ યાર્ડએ બુધવારે અહીં ઈન્ડિયા હાઉસમાં સ્વતંત્રતા દિવસના અવસર પર આયોજિત કાર્યક્રમમાં આ પ્રતિમા બ્રિટનમાં ભારતના રાજદૂત વાય કે સિન્હાને સોંપી હતી.
(જી.એન.એસ.)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY