ટાયર ફાટતા ટેક્નર રસ્તાની બાજુમાં શૌચક્રિયા કરતા વ્યક્તિ પર પડયું, મોત

0
35

શામળાજી,તા.૧૪
શામળાજીનાં ખોડંબા પાસે ટેક્નરનું ટાયર ફાટતા એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. ટેક્નરનું ટાયર ફાટતા શૌચક્રિયા કરવા ઉભેલા હઠીપુરા દૂધમંડળીનાં સેક્રેટરી અરવિંદભાઇ પગીનું મોત નીપજ્યું છે. આ સાથે ટેક્નર ચાલકને સામાન્ય ઇજાઓ થઇ છે. હાલ સ્થાનિક પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે, શામળાજીનાં ખોડંબા પાસે ટેક્નરનું ટાયર ફાટતા દૂધ મંડળીનાં સેક્રેટરી, અરવિંદ પગીનું અવસાન નીપજ્યું છે. અરવિંદ ભાઇ રસ્તા પર બાઇક બાજુમાં પાર્ક કરીને શૌચક્રિયા કરી રહ્યાં હતાં. ત્યારે જ આ ટેક્નરનું ટાયર ફાટી જતા ટેક્નરની ટક્કર અરવિંદભાઇને વાગી હતી. જેના કારણે તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
આ અકસ્માતને કારણે સ્થાનિક લોકો અને મૃતકનાં પરિવારજનો આવી પહોંચ્યા હતાં. ટેક્નર ચાલકને પણ સામાન્ય ઇજાઓ પહોંચી છે. હાલ પોલીસે આ અંગેની ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY