બનાસકાંઠામાં યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતાં ખળભળાટ મચ્યો

0
14

શિહોરી,તા.૧૫
રાજ્યમાં અવાર નવાર મહિલાઓ પર અત્યાચારો અને બળાત્કારના કેસોમાં વધારો થતો ગયો છે. હવે રાજ્યમાં ઉત્તર ગુજરાતની દીકરીઓ અસુરક્ષિત જણાઈ રહી છે. હમણાંથી ઉત્તર ગુજરાતમાં યુવતીઓ પર બળાત્કારના કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. ત્યારે હાલ બનાસકાંઠાના શિહોરીમાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે.
આ ઘટનાથી ફરી એકવખત ઉત્તર ગુજરાત શર્મસાર થયું છે. બનાસકાંઠાના કાંકરેજના શિહોરી ગામે ત્રણે રસ્તે ઉભેલી યુવતિને કારમાં ઉઠાવી જઈ ત્રણ શખ્સોએ દુષ્કર્મ આચર્યુ હોવાની વિગતો સામે આવી છે. આ ઘટનામાં પીડિતાએ શિહોરી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
બનાસકાંઠાના શિહોરીની વાત કરીએ તો, શનિવારે ત્રણ શખ્સોએ રસ્તા પર ઉભેલી એક સગીર યુવતીનું અપહરણ કરી એક શખ્સે સગીરાને દુગાવાડા નજીક રોડની સાઇડે ઉતારી અંધારામા લઇ જઇ દુષ્કર્મ આચરી સગીરાના ઘર નજીક છોડી ગયા હતા.
શિહોરીના ભવાણી પાર્ટીના રાહુલસિહ રણુભા ડાભી અને મિથુનસિહ મોડણસિહ ડાભી સહીત મનોજભાઇ કાર લઇ આવી રાહુલસિહએ સગીરાને કારમા ખેંચી દુગાવાડા નજીક અંધારામા લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચરી ગાડીમા બેસાડી ઘરે છોડી મુકતા સગીરાએ રાહુલસિહ રણુભા ડાભી, મિથુનસિહ મોડણસિહ ડાભી અને મનોજભાઇ સામે શિહોરી પોલીસ મથકમાં ફરીયાદ આપી હતી.
ઉત્તર ગુજરાતમાં દીકરીઓ પર અત્યાચારની ઘટનાઓનો સિલસિલો શરૂ થયો હોય તેવો ઘાટ સર્જાયો છે. એક બાજુ અરવલ્લીમાં ભેદી સંજોગોમાં ઝાડ પરથી યુવતિની લાશ મળી આવ્યા બાદ ભારેલો અગ્નિ હતો અને અનસૂચિત જાતિના લોકો આંદોલનના માર્ગે છે ત્યારે બનાસકાંઠામાંથી ગેંગરેપની ઘટના સામે આવતા સમગ્ર ઉત્તર ગુજરાત શર્મશાર થયું છે. આ ઘટના બાદ બનાસકાંઠામાં ગેંગરેપની ફરિયાદ આવતા ઉત્તર ગુજરાતમાં દીકરીઓ અસલામત હોય તેવો ઘાટ સર્જાયો છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY