શિખર ધવનનો ઘટસ્ફોટઃ ‘ટી-૨૦ પહેલા હું ખુબ જ દુખી હતો’

0
16

ન્યુ દિલ્હી,તા.૨૮
ટીમ ઇન્ડિયાનો ઓપનિંગ બેટ્‌સમેન શિખર ધવન હવે ખરાબ સમયથી પસાર થઇ સારા ફોર્મમાં પરત ફરી ગયો છે. ટી-૨૦ સિરીઝમાં શાનદાર પ્રદર્શન કરનાર ધવને કહ્યું કે, તે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન નહી મળવાથી શરૂઆતમાં ખુબ દુખી થયો હતો પરંતુ હવે તે આગળ વધી ગયો છે.
હાલમા જ પૂર્ણ થયેસ ટી-૨૦ સિરીઝમાં શિખર ધવનને મેન ઓફ સિરીઝ પસંદ કરવામાં આવ્યો હતો. ધવને પહેલા અને ત્રીજા ટી-૨૦ મેતમાં ખુબ જ સારી ઇનિંગ રમ્યો હતો. બીજી મેચમાં વરસાદ પડવાને કારણે ટીમ ઇન્ડિયા બેટિંગ કરવા ઉતરી ન હતી. ધવને આ સિરીઝમાં ઓસ્ટ્રેલિયા બોલરોની ખુબ ધોલાઇ કરી હતી.
ધવને કહ્યું,’હાં હું થોડો દુખી હતો પરંતુ હવે હું આગળ વધી ગયો છું અને માનસિક રીતે સારી સ્થિતિમાં છું. હું સકારાત્મક છું. હું મારી રમતની મજા માણી રહ્યો છું.મને અહિંયા થોડો બ્રેક મળ્યો છે અને અહિંયા હું મારી ટ્રેનિંગને માણીશ અને સ્વયંને વધારે ફીટ બનાવવાની કોશિશ કરીશ. હું ખુશ છું અને હું જ્યારે ખુશ હોવ છું તો વસ્તુઓ મારા માટે સારી સાબિત થાય છે.’
દિલ્હીના આ સલામી બેટ્‌સમેનને આશા છે કે, ભારત ૬ ડિસેમ્બરથી શરૂ થઇ રહેલ એડિલેડમાં ચાર ટેસ્ટની શ્રૃંખલામાં સારૂ પ્રદર્શન કરશે. ધવને કહ્યું,’મને લાગે છે કે, અમારી પાસે અહિંયા સિરીઝ જીતવાની સારી તક છે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY