કચ્છ,તા.૮
કચ્છ ભાજપના નેતા જયંતિ ભાનુશાળીની હત્યા અંગે તેમના પરિવારજનોએ કચ્છ ભાજપના જ એક નેતા છબિલ પટેલ પર આક્ષેપ લગાવ્યો છે. પરિવારના લોકોનું કહેવું છે કે જયંતિ ભાનુશાલીની રાજકીય હત્યા કરવામાં આવી છે. જયંતિ ભાનુશાળીની હત્યા મામલે છબિલ પટેલે હાલ મૌન સેવી લીધું છે. જયંતિ ભાનુશાળી અને છબિલ પટેલ વચ્ચેની રાજકીય દુશ્મની ખૂબ જાણીતી છે. સુરતની યુવતીએ જયંતિ ભાનુશાળી પર બળાત્કારનો કેસ કર્યો ત્યારે એવા આક્ષેપો થયા હતા કે છબિલ પટેલના ઈશારા પર આ બધુ થઈ રહ્યુ છે. આ સમયે જયંતિ ભાનુશાળી અને છબિલ પટેલે એકબીજા સામે અનેક આક્ષેપો કર્યા હતા. આ દરમિયાન છબિલ પટેલનો એક વીડિયો પણ વાયરલ થયો હતો.
ચૂંણીમાં હાર બાદ બંને જૂથ તરફથી વીડિયો થયો હતો વાયરલ
૨૦૧૭માં વિધાનસભાની ચૂંટણીમાં હાર બાદ છબિલ પટેલે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોમાં તેમણે તેમનું વિરુદ્ધ કાર્ય કરનાર તેમના દુશ્મનોને (જયંતિ ભાનુશાળી) એક ધમકી આપી હતી. આ વીડિયોમાં છબિલ પટેલ બે આંગળી વડે બંદૂક બતાવીને એવું કહી રહ્યા છે કે, “મિત્રો ચિંતા ન કરતા…દુશ્મનોને ઢિંચકિયાંઉ ઢિચકિયાંઉ.” સામે પક્ષે પણ આવો જ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હતો. જાકે, તેમાં આંગળીના બદલે સાચી રિવોલ્વર બતાવવામાં આવી હતી. જયંતિ ભાનુશાળી જૂથના બે સમર્થક નરેન્દ્રસિંહ સોઢા અને અનિરુદ્ધસિંહ જાડેજા વીડિયો એવું કહેતા સાંભળવામાં આવ્યા હતા કે, “ઢિશૂમ ઢિશૂમ આંગળીથી ન થાય, પરંતુ એ માટે કલેજું જાઈએ.
છબિલ પટેલ જયંતિ ભાનુશાળીને કારણે બે વખત ચૂંટણી હાર્યા!
રાજકીય નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે કચ્છની અબડાસા બેઠક પરથી છબિલ પટેલ બે વખત વિઘાનસભાની ચૂંટણી હારી ગયા હતા તેની પાછળ કિયા છબિલ પટેલ કોંગ્રેસની ટિકિટ પરથી અબડાસાથી વિધાનસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. આ વખતે તેમણે ભાજપના જયંતિ ભાનુશાળીને હરાવ્યા હતા. બાદમાં ૨૦૧૪ના વર્ષમાં છબિલ પટેલ મોદીથી પ્રેરિત થઈને ભાજપમાં જાડાઈ ગયા હતા.
છબિલ પટેલે કોંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપતા આ બેઠક પણ પેટા ચૂંટણી યોજાઈ હતી. ભાજપે પેટા ચૂંટણીમાં જયંતિ ભાનુશાળીને બદલે છબિલ પટેલને ટિકિટ આપી હતી. કોંગ્રેસે તેમની સામે શકિતસિંહને ઉભા રાખ્યા હતા. આ ચૂંટણી છબિલ પટેલ હારી ગયા હતા. રાજકીય પંડિતોના જણાવ્યા પ્રમાણે આ સમયે ભાજપે જયંતિ ભાનુશાળીને છબિલ પટેલ માટે કામ કરવાનો આદેશ કર્યો હતો, પરંતુ તેમની નિષ્ક્રિયતાને કારણે છબિલ પટેલ ચૂંટણી હારી ગયા હતા.
૨૦૧૭માં છબિલ પટેલ ફરી હાર્યા
૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપે અબડાસા બેઠક પરથી ફરીથી છબિલ પટેલને જ ટિકિટ આપી હતી. આ સમયે પણ જયંતિ ભાનુશાળીને કારણે છબિલ પટેલ ફરી એકવખત ચૂંટણી હારી ગયા હતા. કોંગ્રેસના પ્રદ્યુમનસિંહ જાડેજાએ તેમને હાર આપી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



