વડોદ ગામમાં પેટ્રોલિંગ કરતા પોલીસ જવાન ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલાની શંકા

0
13

વાયરલ વીડિયો અંગે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારનું સમર્થન અપાયું નથી
સુરત, તા. ૨૭
પાંડેસરા વડોદગામમાં પેટ્રોલિંગ કરતા પોલીસ જવાન પર કેટલાક અસામાજિકતત્વોએ હુમલો કરતા પોલીસ જવાનો જીવ બચાવી ભાગતા હોવાનો વીડિયો વાઇરલ થતા ચર્ચાનો વિષય બન્યો છે. એટલું જ નહીં સુરતમાં પોલીસ જવાન પણ સલામત નથી એ વાત પુરવાર થાય છે. જોકે, આ હુમલામાં ૩ પૈકી એક પોલીસ જવાન ઇજાગ્રસ્ત થયો હોવાનું પણ જાણવા મળ્યું છે. વાઇરલ થયેલા વીડિયોમાં પોલીસ જવાન પર બેઝબોલ સ્ટીક વડે હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે. મધરાત્રે લૂંટ ચલાવતી લૂંટારું ગેંગે પોલીસ જવાનો પર હુમલો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે
આ બનાવ અંગે ૫ાંડેસરા ૫ોલીસનો સં૫ર્ક કરતા આવી કોઈ ઘટના બની ન હોવાનં ૫ોલીસે જણાવ્યું છે વીડિયો વાયરલ થયો છે તેની ત૫ાસ કરવામાં આવશે. હાલ વીડિયોથી સમગ્ર વડોદ ૫ંથકમાં ૫ોલીસ ઉ૫ર હુમલાની ચર્ચાએ જોર ૫કડ્યું છે ૫ોલીસે આ વાતને નકારી કાઢી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY