અમરેલી,તા.૬
ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે. તેમ તેમ નેતાઓ એડીચોટીનું જોર લગાવી પ્રચાર કરવા લાગી ગયા છે. ત્યારે અમરેલીના લાઠીમાં ભાજપના કાર્યલયના ઉદ્ઘાટન પ્રસંગે આવેલા પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી બફાટ કરતાં જાવા મળ્યાં હતાં. સંબોધનમાં જીતુ વાઘાણી કહ્યું કે નહેરૂથી લઈ પ્રિયંકા ગાંધી જન્મથી જૂઠા છે. જે વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ કાર્યાલયના ઉદ્ધાટન પ્રસંગે જીતુ વાઘાણી ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન પોતાના ભાષણમાં જીતુ વાઘાણીએ આક્રરા શબ્દોનો ઉપયોગ કરતાં તમામ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. જીતુ વાઘાણીએ કહ્યું કે આખો ગાંધી પરિવાર જુઠો છે. જવાહરલાલ નેહરુથી લઇને રાહુલ ગાંધી સુધી બધા જુઠા છે. જેમાં પહેલા મા, પછી બેટા અને હવે દીકરી પણ જન્મથી જુઠી છે. ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખની આગેવાનીમાં આયોજીત આ સભામાં લોકોની પાંખી હાજરીથી અનેક સવાલો ઉઠ્યા હતા. ઉદ્ઘાટન સભામાં ખુરશીઓ ખાલી રહેલા સ્ટેજ પર બિરાજમાન નેતાઓ અચરજમાં મૂકાયા હતા. જો કે આ પાછળ આયોજકોનું કહેવું છે કે સભાસ્થળ ટૂંકી જગ્યામાં યોજાઇ જેના કારણે ખુરશીઓ ખાલી રહી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




