વૈષ્ણોદેવી દર્શને ગયેલ સુરતની બસને અકસ્માતઃ ૨ના મોત, ૨૪ ઘાયલ

0
6

શ્રીનગર,તા.૨૭
જમ્મુ-કાશ્મીરમાં વૈષ્ણોદેવીના દર્શન કરીને પરત ફરતી બસને ગમખ્વાર અકસ્માત નડ્યો છે. આ ગોઝારા અકસ્માતમાં બે શ્રદ્ધાળુઓના ઘટનાસ્થળે જ પ્રાણ પંખેરૂ ઉડી ગયા છે. વૈષ્ણોદેવીના દર્શન કરવા ગયેલા ગુજરાતની બસને કાશ્મીરમાં અકસ્માત થયો છે. આ અકસ્મતા જમ્મુ-પઠાનકોટ હાઈવે પર થયો છે. બસ પલટી ખાતા બે લોકોના મોત થયા છે. તેમજ અંદાજે ૨૪ જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાતના યાત્રીઓ વૈષ્ણવ દેવીથી અમૃતસર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન આ અકસ્માત નડ્યો હતો. જમ્મુ કશ્મીરના કઠુઆમાં જમ્મુ-પઠાનકોટ હાઈવે પર બસ ડિવાઈડર સાથે અથડાયા બાદ પલટી ખાઈ ગઈ હતી. હાલમાં ઇજાગ્રસ્ત તમામ લોકોની સારવાર ચાલી રહી છે. પોલીસ અને આર્મી દ્વારા તાકીદે આ વિસ્તારમાં બચાવ અને રાહતકાર્ય હાથ ધરવામાં આવ્યું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY