ભાવનગરમાં સ્વાઇન ફ્લુથી વૃદ્ધનું મોત, ૩૯ કેસ પોઝિટીવ નોંધાયા

0
5

ભાવનગર,તા.૨૭
સમગ્ર સૌરાષ્ટ્રમાં સ્વાઇન ફ્લૂની કહેર હજી પણ યથાવત દેખાઇ રહ્યો છે. દિનપ્રતિદિન સ્વાઇન ફ્લૂના પોઝીટીવ કેસોમાં પણ વધારો જાવા મળતા તંત્ર પણ દોડતુ થયું છે. ભાવનગરમાં પણ ફરી એકવાર સ્વાઇન ફ્લૂ ઉથલો મારતા એક વ્યકિતનું મોત થયું હતું.
ભાવનગર શહેરમાં સ્વાઇન ફ્લૂને કારણે ગત ૨૬ દિવસોમાં જ ૪ લોકોના મોત થયા હતા. આ સીઝનમાં આશરે ૧૦૦ કરતા પણ વધુ કેસ પોઝિટીવ નોધાયા છે. જેમની હાલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. રાજ્યમાં ઠંડી વધવાને કારણે રાજ્યમાં સ્વાઇન ફ્લૂના કેસોમાં પણ વધારો જાવા મળી રહ્યો છે.
મહત્વનું છે, કે સરકારી હોસ્પિટલમાં ૧૦ પોઝીટીવ અને ૩ શંકાસ્પ્રદ લોકો અત્યારે સારવાર કરી લઇ રહ્યા છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઠંડી નો પારો વધતા સ્વાઈન ફ્લૂના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. રાજકોટમાં વર્ષ ૨૦૧૯ના પ્રારંભથી જ સ્વાઈન ફ્લૂના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા ૨૪ દિવસમાં ૭૫ પોઝિટિવ કેસ સામે આવ્યા છે, જે પૈકી ૧૫ દર્દીના સ્વાઈન ફ્લૂના કારણે મોત નિપજ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં સ્વાઈન ફ્લૂના નવા ૯ પોઝિટિવ કેસ નોંધાયા છે અને ગોંડલના મોટા દડવાની ૫૫ વર્ષીય મહિલા સહિત ૪ દર્દીના મોત નિપજ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY