આતંકવાદી બનેલા ૧૪ વર્ષના વિદ્યાર્થી સહિત બે માર્યા ગયા
શ્રીનગર,તા.૯
શ્રીનગરમાં ૧૭ કલાક ચાલેલા એન્કાઉન્ટરમાં રવિવારે સુરક્ષાદળોએ ત્રણ આતંકવાદીને ઠાર કર્યા છે. અથડામણમાં સુરક્ષાદળનો પાંચ જવાન પણ ઈજાગ્રસ્ત થયો છે. સુરક્ષાદળોને મુજગુંડ ગામમાં એક ઘરમાં આતંકવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. આ પછ શનિવારે સાંજે શોધખોળ કરવામાં આવી હતી. સેનાની આતકંવાદીઓ સાથે થયેલી અથડામણમાં ભણવાનુ છોડીને આતંકવાદી બની ગયેલો ૯મા ધોરણનો વિદ્યાર્થી મુદાસિર રાશીદ ઠાર થયો છે.
આ દરમિયાન આતંકવાદીઓએ સુરક્ષાદળો પર ફાયરિંગ શરુ કરી દીધી હતી. જેમાં એક જવાન ઈજાગ્રસ્ત થયો હતો. આ પછી સુરક્ષાદળોએ વળતો પ્રહાર કરતા ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા હતા.
એન્કાઉન્ટર દરમિયાન આતંકવાદીઓની શોધ માટે સુરક્ષાદળોએ પાંચ ઘર પણ વિસ્ફોટથી ઉડાવી દીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે આતંકવાદીઓ એક ઘરમાંથી બીજા ઘરમાં જઈ રહ્યા હતા. આ અથડામણ પછી શહેરમાં ઇન્ટરનેટની સર્વિસ બંધ કરી દેવામાં આવી છે.
પોલીસના કહેવા પ્રમાણે નવમા ધોરણમાં ભણતો મુદાસિર લશ્કરે તોયબા સાથે જાડાઈ ગયો હતો.પરિવારજનોએ તેને પાછો આવવા માટે ઘણી વખત અપીલ કરી હતી પણ તેની કોઈ અસર પડી નહોતી.
ંતકવાગદી
"વંદે માતરમ ,ભારત માતાકી જય"


