ભાજપે કરેલી રેલી બાદ તૃણમુલ કોંગ્રેસે ગંગાજળ છાંટી શુધ્ધિકરણ કર્યુ

0
9

કોલકાત્તા,તા.૯
પશ્ચિમ બંગાળમાં ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ સતત એવા કામ કરી રહી છે કે જેનાથી એકબીજાને નીચાપણું બતાવી શકે. આ વખતે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કૂચ બિહારના જે મેદાનમાં ભાજપની સભા થઈ હતી તે મેદાનનું ગંગાજળ અને ગૌમૂત્રથી શુદ્ધિકરણ કર્યું છે. સત્તાધારી ટીએમસીનું કહેવું છે કે ભાજપ પશ્ચિમ બંગાળમાં સાંપ્રદાયિકતા ફેલાવી રહ્યો છે. કૂચ બિહારના આ મેદાનમાં રેલી કરીને ભાજપે નફરત ફેલાવવાની શરૂઆત કરી છે. આથી આ જગ્યાનું ગંગાજળ અને ગૌમૂત્રથી શુદ્ધિકરણ કરવામાં આવ્યું છે. શનિવારે આ જગ્યા પર ભાજપે મોટી જનસભા આયોજિત કરી હતી.
ટીએમસીના નેતા પંકજ ઘોષે કહ્યું કે કૂચ બિહાર ભગવાન મદનમોહનની ભૂમિ છે. અહીંથી ભાજપે સાંપ્રદાયિકતા ફેલાવવાની કોશિશ કરી છે આથી હિન્દુ પરંપરાઓ મુજબ અમે આ જગ્યાને શુદ્ધ કરી છે. અત્રે જણાવવાનું કે ભાજપ પશ્ચિમ બંગાળમાં લોકતંત્ર બચાવો નામની રથયાત્રા કાઢવા માંગે છે. પરંતુ મમતા બેનરજીની સરકારે તેમને આ મંજૂરી આપવાની ના પાડી દીધી. આ ઉપરાંત કોલકતા હાઈકોર્ટે પણ આ રથયાત્રા કાઢવા પર હાલ પ્રતિબંધ મૂક્યો છે. કોર્ટે આ મામલે સુનાવણીની આગામી તારીખ ૧૪ ડિસેમ્બર રાખી છે.
પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ જયપ્રકાશ મજમુદાર અને વરિષ્ઠ પાર્ટી નેતા મુકુલ રોયના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે રાજ્ય સચિવાલયમાં થોડીવાર રાહ જાવી પડી પછી ત્યારબાદ અધિકારીએ આવીને તેમના પત્ર લીધા. આ પત્ર તે અધિકારીઓને સંબોધિત કરીને લખાયા છે જેમનો ઉલ્લેખ શુક્રવારે હાઈકોર્ટે કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY