સાયન્સ સેન્ટરની આર્ટ ગેલેરીમાં ૭૩ રંગોળીઅોનું અદ્ભૂત પ્રદર્શન આવતીકાલથી જાહેર જનતા રંગોળી પ્રદર્શન માણી શકશે

0
41

સુરત, તા.૩
સુરત મહાનગરપાલિકા સંચાલિત સાયન્સ સેન્ટર સુરત સ્થિત આર્ટ ગેલેરી ખાતે દિવાળી પર્વ નિમિત્તે વિવિધ માધ્યમોમાં અને વિષય વૈવિધ્ય રજૂ કરતાં રંગોળી પ્રદર્શનનું આયોજન તા.૪-૧૧-૨૦૧૮ થી તા.૧૮-૧૧-૨૦૧૮ સુધી કરવામાં આવ્યું છે. સદર પ્રદર્શનનું ઉદ્ઘાટન મેયરના હસ્તે આજે સાંજે ૬.૦૦ કલાકે આર્ટ ગેલેરી, સાયન્સ સેન્ટર ખાતે રાખવામાં આવેલ છે. આ પ્રદર્શનમાં સુરતના સ્થાનિક ૬૨ રંગોળી કલાકારો દ્વારા વિવિધ માધ્યમો જેવા કે કરોઠી, જરી, રેતી વગેરેનાં ઉપયોગથી જુદા જુદા વિષયો જેવા કે ૩ડી, વ્યક્તિચિત્ર, કુદરતી દૃશ્ય, ક્રાફ્ટ વગેરેને રજૂ કરતી ખુબ જ સુંદર ૭૩ રંગોળીઅો તૈયાર કરવામાં આવેલ છે. સાયન્સ સેન્ટર સુરત સ્થિત આર્ટ ગેલેરી ખાતે સદર પ્રદર્શન જાહેર જનતા વિના મૂલ્યે નિહાળી શકાશે. આ પ્રદર્શન જાહેર જનતા તા.૪ થી ૬ નવેમ્બર ૨૦૧૮ તથા તા.૧૦ થી ૧૮ નવેમ્બર ૨૦૧૮ દરમ્યાન સવારે ૧૦.૦૦ થી સાંજે ૮.૦૦ કલાક સુધી નિહાળી શકશે તથા તા.૭-૮ અને ૯ નવેમ્બર ૨૦૧૮ના રોજ દિવાળી દરમ્યાન પ્રદર્શન જાહેર જનતા માટે બંધ રહેશે.

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY