સિક્કિમમાં નાગરિકતા સંશોધન એક્ટ લાગૂ નહિ પડે : મુખ્યમંત્રીની જાહેરાત

0
5

ગંગટોક,તા.૧૭
નાગરિકતા સંશોધન એક્ટને કારણે દેશભરમાં પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ બધા વચ્ચે વધુ એક રાજ્યએ આ કાયદાને પોતાના રાજ્યમાં લાગૂ કરવાની ના પાડી દીધી છે. આ રાજ્યનું નામ છે સિક્કિમ. આ પહેલા પશ્ચિમ બંગાળ, પંજાબ અને કેરળ આ કાયદાને પોતાના રાજ્યમાં લાગૂ કરવાની ના પાડી ચૂક્યા છે, ત્યારે વધુ એક રાજ્યનું તેમને સમર્થન મળ્યું છે. સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે કહ્યું હતું કે, રાજ્યમાં નાગરિકતા કાયદો લાગૂ નહીં થાય.
તેમણે કહ્યું હતું કે, તેઓ પોતાના રાજ્યમાં આ કાયદાને લાગૂ નહીં કરે, કારણ કે રાજ્યને સંવિધાનના આર્ટિકલ ૩૭૧(હ્લ)નો વિશેષ દરજ્જો પ્રાપ્ત છે. પશ્ચિમ બંગાળ, પંજાબ અને કેરળમાં તો આ કાયદો લાગૂ નહીં કરવાની જાહેરાત કરી દેવામાં આવી છે. જ્યારે કોંગ્રેસ શાસિત રાજ્ય છત્તીસગઢ, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના મુખ્યમંત્રીઓનું કહેવું છે કે, તેઓ પાર્ટીની ગાઇડ લાઇન મુજબ આગળની કાર્યવાહી નક્કી કરશે.
કેરળના મુખ્યમંત્રી પિનારઇ વિજયને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર ભારતને ધર્મના આધારે વહેચવાની કોશિશ કરી રહી છે. નાગરિકતા સંશોધન બિલને વિજયને બંધારણની વિરુદ્ધમાં કહ્યું હતું. સાથે જ કહ્યું હતું કે, આ બિલને કેરળમાં લાગૂ નહીં કરવામાં આવે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY